(Source: ECI/ABP News/ABP Majha)
Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉ નજીક ભૂકંપનો આચંકો અનુભવાયો
Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. ભચાઉ નજીક ભૂકંપનો આચંકો અનુભવાયો છે. જેને લઈને લોકોમાં ગભરાટ ફેલોય હતો. મળતી માહિતી પ્રમાણે આ ભૂકંપના આચંકાની તીવ્રતા 3.5ની હતી.
Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. ભચાઉ નજીક ભૂકંપનો આચંકો અનુભવાયો છે. જેને લઈને લોકોમાં ગભરાટ ફેલોય હતો. મળતી માહિતી પ્રમાણે આ ભૂકંપના આચંકાની તીવ્રતા 3.5ની હતી. બપોરે 12:16 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રીય બિંદુ ભચાઉથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે. જો કે આ પહેલીવાર નથી કે, કચ્છમાં ધરતીકંપનો આંચકો આવ્યો હોય. આ પહેલા પણ હળવી તીવ્રતાના આંચકા આવી ચૂક્યા છે. જો કે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી.
સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ
ગુજરાતમાં હાલ આંદોલનનનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષકોથી લઈને આરોગ્ય કર્મચારીઓના મંડળોએ સરકાર સામે મોરચો માડ્યો છે. આંદોલનના ચક્રવ્યૂમાં ફસાયેલ રાજ્ય સરકારની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે. વિવિધ માંગણીઓને લઈને હવે ચોથા વર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચ માંડ્યો છે. વિવિધ માગોને લઈને આવતીકાલે ચોથા વર્ગના કર્મચારી ધરણા પ્રદર્શન કરશે. વર્ગ 4ના કર્મચારીઓની નિયમિત ભરતી, જૂની પેંશન સ્કીમ, 7મા પગારપંચના ભથ્થાઓનો લાભ, વય નિવૃત્તિ 60થી વધારી 62 કરવી, વર્ગ ચારના કર્મચારીને કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને તેઓ ધરણા પર ઉતરશે.
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિની મોટી જાહેરાત
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલન ચાલુ રાખવાનું એલાન કર્યું છે. પ્રશ્નોનો નિકાલ ન આવતા તારીખ 19-09-2022ના રોજ મિટિંગ બોલાવવામાં આવી છે. આગામી કાર્યક્રમો દિલ્હી ખાતે જંતરમંતર પર કરવાનું એલાન કરવામાં આવ્યું છે. જૂની પેન્શન યોજના લાગુ કરવામા, ફિક્સ ભરતીની પ્રથા નાબુદ કરવામાં આવે, સમાન કામ સમાન વેતન, ફિક્સ પગારના છે તેમને પૂરા પગારમાં નિમણૂક આપે તેવી માગ કર્મચારીઓ કરી રહ્યા છે.
તો બીજી તરફ નિવૃત આર્મી જવાનોના આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે નિવૃત્ત આર્મિ જવાનોની બેઠક નિષ્ફળ રહી છે. જેથી નિવૃત્ત આર્મી જવાનોના દેખાવો યથાવત રહેશે. માંગણીઓ સંદર્ભે લેખિત બાંહેધરી ન અપાતા નિવૃત્ત આર્મી જવાનો દેખાવો યથાવત રાખશે. નિવૃત્ત આર્મી જવાનો આવતીકાલે પોતાને મળેલા મેડલ રાજ્યપાલને પરત કરશે.
માસ સીએલ પર ગયેલા શિક્ષકોની માગી માહિતી
ગુજરાતના અનેક શિક્ષકો આજે માસ સીએલ પર ઉતરી ગયા છે. આગેવાનોએ કરેલા સમાધાનથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભીખાભાઈ અને દિગ્વિજસિંહે કરેલા સમાધાનથી શિક્ષકો નારાજ છે. સોશિયલ મીડિયામાં શિક્ષકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર સાથેની મંત્રણા પછી પણ જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ યથાવત છે. ગાંધીનગર જૂના સચિવાલય પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાના કર્મચારીઓએ નારા લગાવ્યા હતા.
બીજી તરફ, માસ સીએલ પર ગયેલા શિક્ષકો સામે સરકાર આકરા પાણીએ છે. શિક્ષણ વિભાગે માસ સીએલ પર ગયેલા તમામ શિક્ષકોની માહિતી માંગી છે. માસ સીએલ પર ગયેલા શિક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવવામાંના આદેશ . વહીવટી શિક્ષાત્મક પગલાં કેમ ન લેવા? તે અંગેની નોટિસ ફટકારવામાં આવશે. અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, મોરબી સહિતના જિલ્લાઓમાં શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. મહેસાણા જિલ્લાની 985 શાળાના શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. 6700 પૈકીના મોટા ભાગના શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. મોરબી જિલ્લાના 3200થી વધુ શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે.