Kili Paulએ ‘મેરા દિલ યે પુકારે આજા’ ગીત ગાઇને બનાવ્યો વીડિયો, પાકિસ્તાની વાયરલ ગર્લ પણ તેની આગળ ફેલ
કાઈલી પોલે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો વીડિયો શેર કર્યો છે
Kili Paul On Mera Dil Ye Pukare: જ્યારથી પાકિસ્તાની છોકરી આયેશાએ ભારતીય ગીત 'મેરા દિલ યે પુકારે આજા' પર રીલ બનાવી છે, ત્યારથી માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ વિદેશોમાં પણ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. સેલિબ્રિટીઓ પણ આ ગીત પર રીલ બનાવતી જોવા મળી હતી. હવે સોશિયલ મીડિયા સેન્સેશન કાઈલી પોલે આ ટ્રેન્ડિંગ ગીત પર એક વીડિયો બનાવ્યો છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે.
View this post on Instagram
તાન્ઝાનિયામાં રહેતા ઈન્ટરનેશનલ સોશિયલ મીડિયા સેન્સેશન કાઈલી પોલ હિન્દી ગીતો પર બનેલા વીડિયો માટે જાણીતો છે. અક્ષય કુમારથી લઈને શાહરૂખ ખાન સુધી, તે ઘણા સ્ટાર્સની 90 ના દાયકાની ફિલ્મો અને ગીતો પર અદ્ભુત ડાન્સ મૂવ્સ બતાવતો જોવા મળે છે. ક્યારેક તે હિન્દી ગીતો પણ ગાય છે અને ચાહકોનું દિલ જીતી લે છે. તાજેતરમાં તેણે લતા મંગેશકરનું વાયરલ ગીત 'મેરા દિલ યે પુકારે આજા' ગાયું હતું.
કાઈલી પોલે 'મેરા દિલ યે પુકારે આજા' પર વીડિયો બનાવ્યો
કાઈલી પોલે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાઈલી પોલ 'મેરા દિલ યે પુકારે આજા' ગીત ગાઈ રહ્યો છે, જ્યારે તેની બહેન નીમા પોલ અને ભાઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગાડીને કાઈલી પૉલને સપોર્ટ કરી રહ્યાં છે. વીડિયો શેર કરતા કાઈલી પોલે કેપ્શનમાં લખ્યું કે, અમે અમારું પોતાનું બેન્ડ બનાવ્યું છે. મારો ભાઈ આ સંગીત સાથે ખૂબ જ ગંભીર છે. શું મારે વધુ બનાવવું જોઈએ? મને કહો." કાઈલી પોલનો આ વીડિયો જોઈને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આયુષ્માન ખુરાના પણ ફોલો કરે છે
ભારતીય ફિલ્મોના ગીતો પર વીડિયો બનાવવા માટે કાઈલી પોલને ભારતમાં પણ સન્માનિત કરવામાં આવ્યો છે. વર્ષ 2022 માં પૌલનું તાન્ઝાનિયામાં ભારતના હાઈ કમિશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેના ઇન્સ્ટાગ્રામ પર 4.6 મિલિયન ફોલોઅર્સ છે. તમે તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે આયુષ્માન ખુરાના સહિત ઘણા ટીવી સ્ટાર્સ પણ કાઈલીને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.