શોધખોળ કરો
Advertisement
મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદની ધરપકડ
આ પહેલા આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને પાકિસ્તાની સરકાર વૈશ્વિક આતંકી હાફિઝ સઈદ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલાં 23 મામલા નોંધ્યા હતા.
નવી દિલ્હીઃ વૈશ્વિક આતંકી હાફિઝ સઈદીની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. પંજાબના કાઉન્ટર ડેરરિઝમ ડિપાર્ટમેન્ટે હાફિઝ સઈદની લાહોરથી ધરપકડ કરી છે. તે લાહોરથી ગુજરાંવાલા જઈ રહ્યો હતો. ધરપકડ બાદ હાફિઝ સઈદને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આ દરમિયન હાફિઝ સઈદે કહ્યું કે, પોતાની ધરપકડ વિરૂદ્ધ તે કોર્ટમાં અપીલ કરશે.
આ પહેલા આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને પાકિસ્તાની સરકાર વૈશ્વિક આતંકી હાફિઝ સઈદ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલાં 23 મામલા નોંધ્યા હતા. આ મામલા આતંકવાદ વિરોધી અધિનિયમ અંતર્ગત નોંધાયાં છે. પાકિસ્તાનના આતંકવાદ વિરોધી વિભાગે કહ્યું કે જલદી જ હાફિઝના સંગઠન લશ્કર-એ-તૈયબાની તમામ સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવશે. સાથે જ આ સંગઠન સાથે જોડાયેલા હાફિઝ સહિત તમામ આતંકવાદીઓની પર્સનલ પ્રોપર્ટીઝ પણ સરકાર પોતાને હસ્તક કરી લેશે. હાફિઝ સઈદ પર મુખ્યરુપે આતંકી ફંડિંગ અને પ્રશિક્ષણ આપવાનો આરોપ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement