શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના કારણે ચીનને 140 બિલિયન ડોલરનું થયું નુકસાન, મોટાભાગના ઉદ્યોગો ઠપ
છેલ્લા વર્ષે તહેવાર દરમિયાન ખર્ચ એક ટ્રિલિયન યુઆન હતો જે 2018ની તુલનામાં 8.5 ટકાથી વધુ હતું. કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
બેઇજિંગઃ ચીનના કોરોના વાયરસના કારણે 140 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. વાસ્તવમાં ચીનમાં લૂનર ન્યૂ યર બાદ સામાન્ય રીતે લોકો પોતાના મિત્રો, સહકર્મીઓ અને પરિવાર સાથે વેકેશન માણતા હોય છે પરંતુ કોરોના વાયરસના કારણે ફેલાયેલી બીમારીની અસર લોકોના બિઝનેસ પર પડી છે.
ચીનના ફોશનમાં રહેનારા યવોન મા જોએ વાઇન અને સ્પ્રિટ ડિસ્ટ્રિબ્યૂશનનું કામ કરે છે. જેમણે કહ્યુ કે, છેલ્લા કેટલાક દિવસોમાં અમે વાઇનની એક બોટલ પણ વેચી શક્યા નથી. તેઓ કહે છે કે અમે નથી જાણતા કે આ સ્થિતિ ક્યારે ખત્મ થશે. જેની અસર વેપારીઓના વેચાણ પર પડી રહી છે. છેલ્લા વર્ષે તહેવાર દરમિયાન ખર્ચ એક ટ્રિલિયન યુઆન હતો જે 2018ની તુલનામાં 8.5 ટકાથી વધુ હતું. કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
કોરોના વાયરસની ચીની કંપનીઓ પર ખરાબ અસર પડી છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના મતે કોરોના વાયરસની અસર સૌથી વધુ પ્રવાસન, મનોરંજન, રિટેલિંગ અને રેસ્ટોરન્ટ જેવા વ્યવસાય પર પડી છે. એક હોટલના મેનેજરે કહ્યું કે, 100 રૂમની હોટલમાં નવા વર્ષના બીજા દિવસે એક પણ મહેમાન નથી. આ હોટલો લાંબા સમય સુધી બંધ રહેશે. અનેક ફિલ્મ સ્ટૂડિયોએ ચીની નવ વર્ષ માટ મોટી રીલિઝ અટકાવી દીધી છે. આ વર્ષે રીલિઝ અગાઉ એડવાન્સ બુકિંગ 500 મિલિયન યુઆન હતી જે બધુ નુકસાનમાં ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement