શોધખોળ કરો

નવા કોરોના વાયરસમાં 23 ફેરફાર જોવા મળ્યા, સાત લક્ષણોની ઓળખ થઈ

બ્રિટન સહિતના દેશોમાં કોરોનાના નવા સ્વરૂપની ઓળખ થયા પછી વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

યૂકેમાંથી મળી આવેલ કોરોના વાયરસના નવા સ્વરૂપમાં 23 નવા પરિવર્તન જોવા મળ્યા છે. સંશોધકોએ નવા સ્વરૂપના જેનેટિક કોડમાં ૨૩ ફેરફારો શોધી કાઢ્યા છે. આ નવા સ્વરૂપામાં સાત લક્ષણોની ઓળખ પણ કરી લેવામાં આપવી છે. જેમાં 23માંથી 17 ફેરફાર એવા છે જે ગંભીર ગણાવવામાં આવ્યા છે. બ્રિટન સહિતના દેશોમાં કોરોનાના નવા સ્વરૂપની ઓળખ થયા પછી વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ દરમિયાન સંશોધકોએ જેનેટિક કોડમાં 23 નવા ફેરફાર શોધ્યા છે. ૨૩માંથી ૬ જેનેટિક કોડના ફેરફારો સાધારણ કક્ષાના છે, પરંતુ તે સિવાયના ૧૭ ફેરફાર એવા છે જેના ગંભીર પરિણામો આવી શકે છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપી હતી. સંશોધકોને ડેટાના અભ્યાસના આધારે કહ્યું છે કે, કોરોનાના કોરોનાના સ્વરૂપમાં સૌથી પહેલો ફેરફાર સપ્ટેમ્બરમાં જ બ્રિટનના કેંટ પ્રાંતમાં જોવા મળ્યો હો. બીજું સ્વરૂપ દક્ષિણ આફ્રિકામાં નોંધાયું હતું. નવેમ્બરમાં કોરોના સંક્રમણ વધ્યું તે વખતે વધારે તપાસ કરતાં પ્રથમ વખત સ્વરૂપમાં બદલાવ થયાનું જણાયું હતું. તે પછી બાકીના સ્વરૂપો ડિસેમ્બરમાં જોવા મળ્યા હતા. સંશોધકોએ નવા કોરોના વાયરસના સાત લક્ષણો પણ ઓળખી કાઢ્યા છે. જેમાં મોટાભાગે તો કોરોનામાં જ જોવા મળતાં લક્ષણો છે. તાવ, ઉધરસ, થાક, માથાનો દુઃખાવો, ઝાડા, મસલ્સમાં દુઃખાવો અને ચામડીમાં ચકામા પડી જાય તો નવા સ્વરપનો કોરોના હોઈ શકે છે. બ્રિટન સહિત દુનિયાભરના સંશોધકો કોરોના વાયરસના નવા સ્વરૂપનો તોડ મેળવવાની મથામણમાં પડયા છે. ઘણાં સાઇન્ટિસ્ટો કોરોના વાયરસ વારંવાર પોતાનું સ્વરૂપ ન બદેલ તે માટેના પ્રયાસો કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget