શોધખોળ કરો
Advertisement
બાઇડન આજે લેશે રાષ્ટ્રપતિ પદની શપથ, જાણો કેટલી મળશે સેલેરી અને શું હશે સુવિધા
જો બાઇડન આજે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની શપથ લેશે, શપથ સમારોહને લઇને તમામ તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. તો આવો નજર કરીએ કે, રાષ્ટ્રપતિ બાઇડનની સેલેરી શું હશે અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે તેમને શું સુવિધા મળશે
અમેરિકા:જો બાઇડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકેની શપથ લેશે..શપથ સમારોહ પહેલા અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સંપૂર્ણ રીતે છાવણીમાં ફેરવાઇ ગયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 25 હજારથી વધુ સૈનિકોને તૈનાત કરાયા છે. ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 કલાકે બાઇડન અને કમલા હૈરિસ શપથ લેશે.
જો બાઇડનના અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાની જ સાથે તેમની સેલેરી કેટલી હશે. તે મુદ્દે અટકળો શરૂ થઇ ગઇ છે. તો ચાલો જાણીએ.... રાષ્ટ્રપતિ બાઇડનની સેલેરી શું હશે અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે તેમને શું સુવિધા મળશે?
ન્યૂયોર્કની વેબસાઇટ મુજબ જો બાઇડનની સેલેરી ચાર લાખ અમેરિકી ડોલર હશે એટલે કે, 92 લાખ રૂપિયા હશે. 50 હજાર ડોલરનું એક્સપેન્સિવ અલાઉન્સ મળશે. આ સાથે એક લાખ ડોલરનું નોન ટ્રક્સેબલ અલાઉન્સ અપાશે.
અમેરિકી રાષ્ટ્રપતિને મનોરંજન માટે વર્ષે 19 હજાર ડોલર આપવામાં આવે છે. જો કોઇ રાષ્ટ્રપતિ તેમની સેલેરી દાન કરવા માંગે તો પણ કરી શકે છે.તો રાષ્ટ્રપતિની વાઇફ ફર્સ્ટ લેડીને કોઇ સેલેરી નથી મળતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement