(Source: ECI/ABP News/ABP Majha)
Tokyo 2020 : ટોક્યો ઓલિમ્પિક વિલેજમાં કોરોનાના 90 કેસ નોંધાયા, જાણો સંપૂર્ણ વિગત
ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ ગેમ્સની ટોક્યો ઓર્ગેનાઇઝિંગ કમિટીની ઓથોરિટી દ્વારા કોરોનાને ધ્યાને રાખીને 448,815 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 90 કોરોનાના કેસ નોંધાયા હતા.
દુનિયામાં ફરીથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ટોક્યો ઓલિમ્પિક વિલેજમાં પણ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે. પહેલી જુલાઇથી 31મી જુલાઇ સુધીમાં કોરોનાના 90 કેસ નોંધાયા છે. ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ ગેમ્સની ટોક્યો ઓર્ગેનાઇઝિંગ કમિટીની ઓથોરિટી દ્વારા કોરોનાને ધ્યાને રાખીને 448,815 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 90 કોરોનાના કેસ નોંધાયા હતા.
90 confirmed positive cases reported from 1st to 31st July in the 448,815 #COVID19 screening tests, under the authority of the Tokyo Organising Committee of Olympics and Paralympics Games. pic.twitter.com/RBkK9rTj5q
— ANI (@ANI) August 2, 2021
Tokyo Olympics 2020 : ઓલિમ્પિકમાં પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, જાણો જીત્યો ક્યો મેડલ
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઈતિહાસ રચ્યો છે. સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સિંધુએ પ્રથમ ગેમ 21-13થી જીતી લીધી છે. બીજી ગેમ પણ પીવી સિંધુએ 21-15થી જીતી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારત માટે ઓલિમ્પિકમાં આ બીજો મેડલ છે. સિંધુની આ ઉપલબ્ધિ સમગ્ર દેશમાં ખુશીને લહેર છે.
ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ચીની ખેલાડીને હરાવીને આ ઉપલબ્ધિ હાંસિલ કરી છે. સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારત માટે ઓલિમ્પિકમાં આ બીજો મેડલ છે. સિંધુની આ ઉપલબ્ધિ સમગ્ર દેશમાં ખુશીને લહેર છે. સિધુએ આ મેચમાં શરુઆતથી જ દબદબો બનાવી રાખ્યો હતો અને પ્રથમ સેટમાં ચીની ખેલાડીને 21-13થી હરાવીને પકડ મજબૂત કરી હતી. બાદમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા મેડલ પોતાના નામે કર્યો છે.
બોક્સર સતીશ કુમાર હેવીવેઇટમાં વિશ્વના નંબર વન જલોલોવ બખોદિરી સામે હાર્યા બાદ મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે. ઉઝબેકિસ્તાનના જલોલોવ બખોદિરીને પ્રથમ રાઉન્ડમાં તમામ જજોએ 10-10 અંક આપ્યા હતા. જ્યારે, બીજા રાઉન્ડમાં પણ નિર્ણય બકોદિરીની તરફેણમાં હતો. તેણે ત્રીજા રાઉન્ડમાં પણ સરળતાથી જીત મેળવી હતી.
રિયો ઓલિમ્પિકની ચેમ્પિયન આર્જેન્ટિનાની હોકી ટીમ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીએ આર્જેન્ટિનાને 3-1થી હરાવ્યું હતું. બીજી ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડ્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.