શોધખોળ કરો

USA: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા,  ટોરન્ટ ફાર્માના CFO પર ફાયરિંગ કરી આઠ લાખની કરાઇ લૂંટ

 Torrent Pharmaceuticals:  અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી

 Torrent Pharmaceuticals: અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર, અમેરિકાના મેક્સિકો સ્થિત ટોરન્ટ ફાર્માના ડાયરેકટરની હત્યા કરી 8 લાખથી વધૂની લૂંટ ચલાવવામાં આવી હતી. ટોરન્ટ ફાર્માના મેક્સિકો યુનિટના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર કેતન શાહ રૂપિયા લઇને એરપોર્ટથી ઘરે જઇ રહ્યા હતા દરમિયાન લૂંટના ઇરાદે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમયે કેતન શાહે લૂંટારૂઓને પડકારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લૂંટારુઓએ તેમના પર ફાયરિંગ કરી હત્યા કરી હતી અને આઠ લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા. મેક્સિકો પોલીસની તપાસમાં જાણવા મળ્યુ હતું કે મૃતક કેતન શાહ રૂપિયા લઇને ઘરે જઇ રહ્યા હતા ત્યારે જ લૂંટારૂઓએ તેને ટાર્ગેટ બનાવ્યા હતાં.        

USA: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા,  ટોરન્ટ ફાર્માના CFO પર ફાયરિંગ કરી આઠ લાખની કરાઇ લૂંટ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ગયા શનિવારે મેક્સિકો સિટીની સિમોન બોલિવર સ્ટ્રીટ પર બની હતી. આ દરમિયાન કેતન શાહના પિતા પણ તેમની સાથે હાજર હતા. આ હુમલામાં તે પણ ઘાયલ થયા હતા. નોંધનીય છે કે કેતન શાહ લાંબા સમયથી કંપની સાથે જોડાયેલા હતા. તે ખૂબ જ મહેનતુ હતા. કંપનીને આગળ લઈ જવા માટે તે સખત મહેનત કરી રહ્યા હતા.             

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેતન શાહ છેલ્લા સાત વર્ષથી ટોરન્ટ ફાર્મા સાથે જોડાયેલા હતા. કેતન મૂળ અમદાવાદના હતા. તે વર્ષ 2019માં મેક્સિકો સિટીમાં અસાઇનમેન્ટ પર આવ્યા હતા. ત્યારથી અહીં કામ કરતા હતા. કેતન શાહના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેતન શાહે એરપોર્ટના ફોરેક્સ સેન્ટરમાંથી 10,000 ડોલર ઉપાડી લીધા હતા. પૈસા લઇને તેઓ ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન બે મોટરસાઇકલ પર આવેલા સશસ્ત્ર હુમલાખોરોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો.                    

નોંધનીય છે કે ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ એક ભારતીય બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની છે. તે ટોરન્ટ ગ્રુપની માલિકીની છે. કંપનીનું મુખ્ય મથક અમદાવાદ, ગુજરાતમાં છે. મીડિયા અહેવાલો અનુસાર, આ કંપની શરૂઆતમાં યુએન મહેતા દ્વારા ટ્રિનિટી લેબોરેટરીઝ લિમિટેડ તરીકે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનું નામ બદલીને ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કરવામાં આવ્યું હતુ

ટોપ સ્ટોરી

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget