Unique love : યુવતીએ કહ્યું કે- આપણે તો માત્ર મિત્ર અને માથા ફરેલ યુવકે માંગ્યુ કરોડોનું વળતર
કવિશિગન નામનો વ્યક્તિ માત્ર કેસ નોંધવા સુધી અટક્યો નહોતો. તેણે ભાવનાત્મક આઘાત માટે યુવતી પાસેથી લગભગ 24 કરોડ રૂપિયાનું નુકસાન પણ માંગ્યું છે.
Latest Trending News: પ્રેમમાં ઝઘડાના અનેક કિસ્સા સાંભળ્યા હશે પરંતુ અમે અહીં જે ઘટના કહેવા જઈ રહ્યા છીએ તે આ પહેલા ભાગ્યે જ સાંભળી હશે. આ કિસ્સો છે સિંગાપોરનો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગાપોરમાં એક વ્યક્તિએ કથિત રીતે એક છોકરી વિરુદ્ધ કેસ દાખલ કર્યો જ્યારે તેણે કહ્યું કે અમે ફક્ત એક મિત્ર છીએ.
સ્ટ્રેટ ટાઈમ્સના અહેવાલ મુજબ, કે કવિશિગન નામનો વ્યક્તિ માત્ર કેસ નોંધવા સુધી અટક્યો નહોતો. તેણે ભાવનાત્મક આઘાત માટે યુવતી પાસેથી લગભગ 24 કરોડ રૂપિયાનું નુકસાન પણ માંગ્યું છે.
છોકરો અને છોકરી 2016 માં મળ્યા હતા
રિપોર્ટ્સ અનુસાર, કે કવિશિગન વર્ષ 2016માં નોરા ટેન નામની યુવતીને મળ્યો હતો. ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. કવિશિગન મિત્રતાથી આગળ વધીને યુવતીને પ્રેમ કરવા લાગ્યો. એક દિવસ બંને વચ્ચે વાત કરતી વખતે મોટી સમસ્યા સર્જાય. 2020માં કાવિશિગને ટેન પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો. જવાબમાં ટેને કહ્યું કે, તે તેને માત્ર એક મિત્ર તરીકે જુએ છે. જોકે કવિશિગન આ સંબંધને પ્રેમ માનતો હતો.
પ્રેમ વ્યક્ત કર્યા બાદ યુવતીએ સંપર્ક બંધ કરી દીધો
ટેનનો જવાબ સાંભળીને કવિશિગનને ખૂબ જ ખરાબ લાગ્યું. જ્યારે આ ઘટના બાદ યુવતીએ કવિશિગન સાથે સંપર્ક રાખવાનું બંધ કરી દીધું. કવિશિગનને આ વાત છેતરાયાની લાગણી થવા લાગી. ત્યાર બાદ કવિશિગને કોર્ટમાં બે કેસ દાખલ કર્યા. જેમાં તેણે પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને આઘાત પહોંચાડવાનો દાવો કર્યો છે.
છોકરાએ છોકરી પર આરોપ લગાવ્યો
રિપોર્ટ અનુસાર, કવિશિગને યુવતી વતી લગભગ 24 કરોડ રૂપિયાનું નુકસાન પણ માંગ્યું છે કારણ કે તેણે કથિત રીતે સંબંધ સુધારવાના કરારનું ઉલ્લંઘન કર્યું છે. હવે જ્યારે આ મામલે સુનાવણી શરૂ થઈ ત્યારે લોકોને આ કેસની ખબર પડી. આ સમાચાર હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં કોર્ટમાં સુનાવણીની આગામી તારીખ 9 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
Noida: મહિલા ટીચરને 16 વર્ષના વિદ્યાર્થી સાથે થયો પ્રેમ, અને પછી જે થયુ એ જાણી ચોંકી ઉઠશો
ઉત્તર પ્રદેશના નોઇડામાં એક શિક્ષિકાને તેના જ 16 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમ થયો હતો. બંન્ને એકબીજાને એટલો પ્રેમ કરવા લાગ્યા હતા કે શિક્ષિકા સગીર સાથે ભાગી ગઇ હતી. હવે વિદ્યાર્થીના પિતાએ શિક્ષિકા વિરુદ્ધ સેક્ટર 113 પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, સેક્ટર 123માં રહેતી 22 વર્ષની મહિલા ટીચર ઘરે બાળકોને કોચિંગ આપે છે. મહિલા ટીચરના ઘરની સામે એક 16 વર્ષનો છોકરો રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે સગીર છોકરો મહિલા ટીચર પાસે કોચિંગ માટે જતો હતો. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. આરોપ છે કે બંને રવિવારે ઘરેથી ભાગી ગયા હતા. વિદ્યાર્થીના પિતા મૂળ દેવરિયાના છે. ફરિયાદમાં છોકરાના પિતાએ જણાવ્યું છે કે, તેમનો 16 વર્ષીય પુત્ર રવિવારે સવારે 1:30 વાગે તે તેની માસીના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ તે સાંજ સુધી પરત આવ્યો ન હતો.