Video: 70 વર્ષના વૃદ્ધ સાથે 19 વર્ષની છોકરીએ કર્યા લગ્ન, બોલી- પ્રેમ થઇ જાય છે ને પછી.......
હાલમાં પાકિસ્તાની મીડિયા અને સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ અને યુવાન છોકરીના પ્રેમ કથા બતાવવામા આવી રહી છે
Pakistan Wedding: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં કંઇક ને કંઇક વિચિત્ર થતુ રહે છે, કોઇને કોઇ વાતને લઇને પાકિસ્તાન હંમેશા ચર્ચામાં રહે છે, હવે પાકિસ્તાન એક વિચિત્ર લગ્નને લઇને ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. ખરેખરમાં આ લગ્ન વિચિત્ર એટલા માટે છે કે અહીં વૃદ્ધે યુવાન છોકરી સાથે લગ્ન કર્યા છે, અને એ પણ બન્નેની સંમતિથી. જાણો શું છે કિસ્સો.....
હાલમાં પાકિસ્તાની મીડિયા અને સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ અને યુવાન છોકરીના પ્રેમ કથા બતાવવામા આવી રહી છે, ખરેખરમાં આ બન્નેએ લગ્ન કરી લીધા છે અને હાલમાં બન્ને સાથે રહે છે
આ વીડિયોમાં દેખાઇ રહેલા વૃદ્ધની ઉંમર 70 વર્ષની છે અને તેને પોતાનાથી 51 વર્ષ નાની એક છોકરી સાથે લગ્ન કરી લીધા છે. જાણો પ્રેમ કહાણી....
પહેલી મુલાકાતમાં થયો પ્રેમ -
જાણકારી અનુસાર, કહેવાઇ રહ્યું છે કે, 19 વર્ષીય છોકરીનુ નામ શુમઇલા છે અને 70 વર્ષના વૃદ્ધનુ નામ લિયાકત અલી છે, આ બન્નેએ નિકાહ કરી લીધા છે. જોકે બન્નેની આ પ્રેમ કહાણી એક મુલાકાતથી શરૂ થઇ હતી. શુમાઇલા આ અંગે વાત કરતા કહે છે કે તે પહેલી જ મુલાકાતમાં લિયાકતને પ્રેમ કરી બેસી હતી. લિયાકતે કહ્યું કે, જ્યારે તેને શુમાઇલાને જોઇ હતી ત્યારે તે તેને જોઇને ગીત ગાઇ રહ્યો હતો, ત્યારબાદ શુમાઇલાએ પણ સ્માઇલ આપી અને હંસીની ચાલી ગઇ હતી. આ પછી બન્ને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બન્ને વચ્ચે ધીમે ધીમે પ્રેમ સંબંધ વધતો ગયો તેમ તેમ બન્નેના પરિવારજનોએ આપત્તિ દર્શાવવાની શરૂ કરી હતી. શુમાઇલાએ કહ્યું લગ્નમાં સૌથી મોટી વસ્તુ ઇજ્જત અને મર્યાદા હોય છે. ખરાબ વ્યક્તિ સાથે સંબંધ રાખવા કરતા સારા વ્યક્તિ સાથે સંબંધ રાખવો ખુબ ઉત્તમ ગણાય છે.
ખાસ વાત છે કે, પાકિસ્તાનમા આ પ્રકારના લગ્નના પહેલા પણ અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. આ પહેલા પાકિસ્તાનના સાંસદ અને ટીવી એન્કર રહી ચૂકેલા આમિર લિયાકત હૂસેને (Aamir Liaquat Hussain) પણ 18 વર્ષની સઇદા દાનિયા શાહ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે આમિર લિયાકત હૂસેન 49 વર્ષનો હતો, જોકે આ સંબંધ લાંબો સમય સુધી ના ચાલ્યો અને બાદમાં 3 મહિનામાં જ તલાક સુધી પહોંચી ગયો હતો.