શોધખોળ કરો
Advertisement
ઉધરસ આવતા ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફને ઓફિસમાંથી બહાર કાઢ્યા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ મિક મુલવાને ઉધરસ આવવાના કારણે ઓવલ ઓફિસમાંથી બહાર જવાનો આદેશ આપ્યો હતો
ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ મિક મુલવાને ઉધરસ આવવાના કારણે ઓવલ ઓફિસમાંથી બહાર જવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં ટ્રમ્પ એબીસી ન્યૂઝ ચેનલને એક ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. આ સમયે રૂમમાં હાજર મિક મુલવાને ઉધરસ આવવા લાગી હતી એટલું જ નહી તેઓ કેમેરામાં પણ આવી રહ્યા નહોતા. જેના પર ટ્રમ્પે શરૂઆતમા આ વાતને નજરઅંદાજ કરી હતી પરંતુ બાદમાં ફરીવાર ઉધરસ આવતા ટ્રમ્પે તેમને રૂમની બહાર જવાનો આદેશ આપ્યો હતો. આદેશ મળતા મુલવાને રૂમની બહાર નીકળી ગયા હતા અને ફરીથી ઇન્ટરવ્યૂ શરૂ થયું હતું.
ટ્રમ્પનો આ ઇન્ટરવ્યૂ રવિવારે ટીવી ચેનલ પર પ્રસારિત પણ થયું હતું. આ ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, પોતાની ચૂંટણી અને મુએલર ઇન્વેસ્ટિગેશન સહિત અનેક મામલાને લઇને જવાબ આપ્યો હતો. ટ્રમ્પે પોતાની ચૂંટણીમાં રશિયાની મદદ લેવાના આરોપોનો ઇનકાર કરતા કહ્યું, આ ખોટું છે અને આ તમામ મીડિયાએ ફેલાવ્યું છે. આ દરમિયાન મિકને ઉધરસ આવતા વિફરેલા ટ્રમ્પે કહ્યું કે, તમે જાણો છો કે મને આ પસંદ નથી. હું આ પસંદ નથી કરતો. તું જાણે છે કે હું આ લાઇક નથી કરતો. ત્યારબાદ ટ્રમ્પે મુલવાનેને કહ્યું કે, તમે રૂમની બહાર નીકળી જાવ.Pres. Trump says he “might” turn over his “financial statement” to Congress. “I hope they get it, because it’s a fantastic financial statement,” he tells @GStephanopoulos in the Oval Office. https://t.co/8q0FwFD9qt pic.twitter.com/fw1tIc0vxO
— ABC News (@ABC) June 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement