શોધખોળ કરો
Advertisement
કિમ જોંગ સાથે રદ થયેલી મિટિંગ 12 જૂને હજુ પણ થઈ શકે છે: ટ્રંપ
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કિમ જોંગ સાથે થનારી મિટિંગ રદ્દ થયા બાદ શુક્રવારે સંકેત આપ્યા કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સાથે તેની મુલાકાત હજુ પણ 12 જૂને થઇ શકે છે. ટ્રંપે ગુરુવારે આ મિટિંગને રદ્દ કરી દીધી હતી. ટ્રંપે કહ્યું કે તેનું પ્રશાસન ઉત્તર કોરિયાના અધિકારીઓ સાથે આ મામલે વાતચીત કરી રહ્યું છે.
ટ્રંપે વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, પ્રશાન આ અંગે વાત કરી રહ્યું છે. જોઈએ હવે આગળ શું થાય છે, ઉત્તર કોરિયાને વાતચીતની ઇચ્છા છે. હું પણ મુલાકાત કરવા માંગું છે. પણ આગળ શું થશે તે હવે જોઈએ.
સિંગાપુરમાં 12 જૂને થનારી મુલાકાત રદ થયા બાદ તેને લઈને ટ્ર્ંપ ફરી આશાવાદી નજર આવી રહ્યાં છે. એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે, આ મુલાકાત 12 જૂને જ થઇ શકે છે. આ અગાઉ એક દિવસ પહેલા ટ્ર્ંપે કિમ જોંગને પત્ર લખીને સિંગાપુરમાં 12 જૂને થનારી મુલાકાતને રદ કરવાની જાહેરાત કરી હતી. તેણે પ્યોંગયાંગના ખૂબજ ગુસ્સાને મિટિંગ રદ કરવાનું કારણ ગણાવ્યું હતું. ત્યારે બીજી તરફ ઉત્તર કોરિયાના એક નિવેદનમાં શિખર વાર્તા રદ થવા પર તેણે અફસોસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે કોઇ પણ સમયે વાતચીત માટે તૈયાર છે. ટ્રંપે તેની સારી ખબર ગણાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion