‘તાત્કાલિક સૈનિકો મોકલો, શક્ય તેટલા વધુ...’: રાષ્ટ્રપતિ ટ્રમ્પે અચાનક આ દેશમાં અમેરિકાની આર્મીને મોકલવાનો આપ્યો આદેશ
Trump orders military: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ટલેન્ડ રાજ્યમાં ચાલી રહેલી હિંસા અને અરાજકતાને લઈને ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છે.

Trump Portland troops: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવાર (27 સપ્ટેમ્બર, 2025) ના રોજ અમેરિકન સંરક્ષણ વિભાગને પોર્ટલેન્ડમાં તાત્કાલિક ધોરણે સૈનિકો મોકલવાનો આદેશ આપ્યો છે. યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમની વિનંતી પર ટ્રમ્પે આ પગલું ભર્યું છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું કે "યુદ્ધગ્રસ્ત" પોર્ટલેન્ડ અને ICE સુવિધાઓને એન્ટિફા અને અન્ય સ્થાનિક આતંકવાદીઓના હુમલાઓથી બચાવવા માટે જરૂરી તમામ સૈનિકો પૂરા પાડવામાં આવે. તેમણે સંરક્ષણ સચિવ પીટ હેગસેથને નિર્દેશ આપતા સૈનિકોને સંપૂર્ણ બળનો ઉપયોગ કરવા માટે અધિકૃત કર્યા છે, જે અમેરિકામાં સ્થાનિક અશાંતિને કાબૂમાં લેવાના સરકારના કડક વલણને દર્શાવે છે.
પોર્ટલેન્ડમાં સ્થાનિક આતંકવાદીઓ સામે ટ્રમ્પનું કડક પગલું
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) પોર્ટલેન્ડ રાજ્યમાં ચાલી રહેલી હિંસા અને અરાજકતાને લઈને ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે સંરક્ષણ સચિવ પીટ હેગસેથને નિર્દેશ આપ્યો છે કે પોર્ટલેન્ડને સુરક્ષિત રાખવા માટે "શક્ય તેટલા વધુ" સૈનિકો મોકલવામાં આવે. ટ્રમ્પે તેમની પોસ્ટમાં પોર્ટલેન્ડને 'યુદ્ધગ્રસ્ત' ગણાવ્યું હતું. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એન્ટિફા (Antifa) અને અન્ય સ્થાનિક આતંકવાદીઓના સતત હુમલાઓથી શહેર અને ત્યાંની ICE (ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) સુવિધાઓનું રક્ષણ કરવાનો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે (President Trump) આ નિવેદન આપ્યું તેના એક દિવસ પહેલા તેમણે દાવો કર્યો હતો કે પોર્ટલેન્ડમાં "ઉન્મત્ત લોકો" ઇમારતોને બાળી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું: "આ એક નાનું ઉદાહરણ છે, પરંતુ તે સૌથી હિંસક ઉદાહરણ છે. આ દરરોજ રાત્રે થાય છે અને વર્ષોથી ચાલી રહ્યું છે... અમે ત્યાં જઈ રહ્યા છીએ અને અમે પોર્ટલેન્ડમાં આવું કરનારા મોટી સંખ્યામાં લોકોને પકડીશું. તેઓ વ્યાવસાયિક રીતે લોકોને ઉશ્કેરી રહ્યા છે અને તેઓ ખરેખર ખૂબ જ અરાજકતાવાદી છે."
આ કડક પગલું વોશિંગ્ટન, ડી.સી., શિકાગો અને બાલ્ટીમોર જેવા રાજ્યો પર ફેડરલ નિયંત્રણ મેળવવાની તેમની અગાઉની ધમકીઓ વચ્ચે આવ્યું છે. ટ્રમ્પ આ પગલાને દેશમાં ગુના દર ઘટાડવાની તેમની વ્યાપક યોજનાનો એક ભાગ ગણાવે છે. અગાઉ સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ટ્રમ્પે પોર્ટલેન્ડમાં રહેવાને "નરકમાં રહેવાનું" ગણાવ્યું હતું અને ત્યાં વધુ ફેડરલ સૈનિકો મોકલવાની યોજના બનાવી હતી.




















