શોધખોળ કરો
Advertisement
ટ્રમ્પના H-1B વિઝા સસ્પેન્ડ કરવાના નિર્ણયને લઈ ગૂગલના CEO સુંદર પિચાઈ થયા નારાજ, કહી આ મોટી વાત
ટ્રમ્પ સરકારના આ ફેંસલાનો અમેરિકામાં ખૂબ વિરોધ થઈ રહ્યો છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ ટ્રમ્પ તંત્રના આ ફેંસલાને ખોટો ગણાવ્યો છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં કામ કરવાની ઈચ્છા રાખતાં ભારતીયો સહિત વિદેશીઓને ટ્રમ્પ સરકારે મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે H-1Bની સાથે સાથે અન્ય પ્રકારના વિઝા પણ હાલ વર્ષના અંત સુધી સસ્પેન્ડ કરી દીધા છે. એટલે કે જે લોકોના H-1B વિઝઆ એપ્રિલ લોટરીમાં મંજૂર થઈ ગયા હતા તેમને પણ હવે આવવાની મંજૂરી નહીં મળે.
ટ્રમ્પ સરકારના આ ફેંસલાનો અમેરિકામાં ખૂબ વિરોધ થઈ રહ્યો છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ ટ્રમ્પ તંત્રના આ ફેંસલાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ઈમિગ્રેશનના કારણે જ અમેરિકાને આટલો ફાયદો થયો છે. જેના કારણે તે ગ્લોબલ ટેક લીડર બન્યું. પિચાઈએ લખ્યું કે, આજના ઓર્ડરથી તે નિરાશ છે.
પિચાઈ સિવાય અમેરિકાના કેટલાક રાજનેતાએ પણ ટ્રમ્પના ફેંસલાને ખોટો ગણાવ્યો છે. ડિક ડર્બિને લખ્યું કે, આ રીત ખોટી છે. H-1Bમાં બદલાવ કરવાની જરૂર છે, ખતમ કરવાની જરૂર નથી. ટ્વિટર પર તેમણે લખ્યું, ટ્રમ્પ સરકારે સમજવું જોઈએ કે આ વિઝા અમેરિકાની નબળાઈ નહીં તાકાત છે. તેનાથી અહીંયા કુશળ કામદારો મળી રહે છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું, ટ્રમ્પ ઈચ્છે તો પણ ભારતીયોના સ્થાને બેકાર અમેરિકનોને ત્યાં ન રાખી શકે. કારણકે આ લોકો ત્યાં કામ ન કરી શકે.Immigration has contributed immensely to America’s economic success, making it a global leader in tech, and also Google the company it is today. Disappointed by today’s proclamation - we’ll continue to stand with immigrants and work to expand opportunity for all.
— Sundar Pichai (@sundarpichai) June 22, 2020
ટ્રમ્પ તંત્ર દ્વારા H1B, H4 (H1Bના પતિ-પત્ની) વર્ષના અંત સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત L1 વિઝા (ઈન્ટ્રા કંપની ટ્રાન્સફર માટે) અને J1 વિઝા (ડોક્ટરો અને રિસર્ચર્સ)ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નિર્ણય અમેરિકન શ્રમિકોના હિત માટે લેવામાં આવ્યો છે.The suspension of the H1B visa program is bad for the US, bad for innovation, and will shatter dreams and disrupt lives. As a former H1B visa holder, my heart goes out to all the families affected.
— Andrew Ng (@AndrewYNg) June 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement