શોધખોળ કરો
Advertisement
અમેરિકા જવા માગતા ભારતીયોને મોટો ફટકો, ટ્રમ્પે શું કરી મોટી જાહેરાત ?
ટ્રમ્પના આ નિર્ણયથી ભારત સહિત દુનિયાના આઇ.ટી. પ્રોફેશનલ્સને મોટો ઝાટકો લાગ્યો છે.
વોશિંગ્ટનઃ અમેરિકા જવા માંગતા ભારતીયોને બહુ મોટો ફટકો મારતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝા હાલ પૂરતા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે લીધેલા નિર્ણય પ્રમાણે 24 જૂનથી જ આ જાહેરાતનો અમલ થશે.
ટ્રમ્પના આ નિર્ણયથી ભારત સહિત દુનિયાના આઇ.ટી. પ્રોફેશનલ્સને મોટો ઝાટકો લાગ્યો છે. આ સસ્પેન્સન વર્ષના અંત સુધી એટલે કે 31 ડીસેમ્બર, 2020 સુધી માન્ય રહેશે. આ નિર્ણય અમેરિકનોના હિત માટે લેવાયો છે એવું અમેરિકાના અધિકારીઓએ જાહેર કર્યું છે. જો કે નવેમ્બરમાં યોજાનાર પ્રમુખપદની ચૂંટણી પહેલાં આ જાહેરાત કરીને ચ્રમ્પે રાજકીય ટ્રમ્પ કાર્ડ ખેલ્યું છે. ટ્રમ્પે વિભિન્ન વ્યાપારિક સંગઠનો, કાનૂનવિદો, અને માનવાધિકાર સંગઠનોનાના વિરોધને ઘોળીને પી જઈને આ જાહેરાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આ જાહેરાત કરતાં કહ્યું કે, આ પગલું એવા અમેરિકનોની મદદ કરવા માટે જરૂરી છે કે જેમણે હાલના આર્થિક સંકટના લીધે પોતાની નોકરી ગુમાવી દીધી છે. આ સસ્પેન્શન 24મી જૂનથી લાગૂ થશે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલને અસર થવાની સંભાવના છે. હવે તેમણે સ્ટેમ્પિંગથી પહેલાં કમ સે કમ અંત સુધી રાહ જોવી પડશે. આ ઉપરાંત એવા ભારતીય આઇટી પ્રોફેશનલ્સને અસર કરશે જે લોકો H-1B વીઝાને રિન્યૂ કરાવા માંગતા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરમાંથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા 2.4 લાખ લોકોને ધ્રાસકો લાગ્યો છે. અમેરિકામાં કામ કરતી આઈટી કંપનીઓને વિદેશી કામદારોને મળનાર વીઝાને H-1B વીઝા કહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
શિક્ષણ
Advertisement