Tuskegee Shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, 16 ઇજાગ્રસ્ત, આરોપીની ધરપકડ
Tuskegee Shooting: 18 વર્ષનો મૃતક યુવક યુનિવર્સિટીનો વિદ્યાર્થી નહોતો પરંતુ ઘાયલ થયેલા કેટલાક લોકો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે
Tuskegee Shooting: અમેરિકાના અલબામાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રવિવારે ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, 18 વર્ષનો મૃતક યુવક યુનિવર્સિટીનો વિદ્યાર્થી નહોતો પરંતુ ઘાયલ થયેલા કેટલાક લોકો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે.
એક આરોપીની ધરપકડ
BREAKING: A person is dead and 16 are hurt after a shooting at Tuskegee University; 1 arrest made https://t.co/E8M6yqqRr0
— The Associated Press (@AP) November 10, 2024
આ મામલામાં APના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓએ જણાવ્યું કે અલબામાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના બાદ એક વ્યક્તિની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી હતી.
12 લોકો ફાયરિંગનો શિકાર બન્યા હતા
આ મામલાની તપાસ કરવા આવેલી અલાબામા લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ જણાવ્યું કે ગોળીબારમાં 12 લોકો ઘાયલ થયા છે અને નાસભાગમાં ચાર ઘાયલ થયા છે. આ કિસ્સામાં યુનિવર્સિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકના માતાપિતાને જાણ કરવામાં આવી છે. ટસ્કેગી યુનિવર્સિટીના વિદ્યાર્થી સહિત અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા અને તેઓને ઓપેલિકાના પૂર્વ અલબામા મેડિકલ સેન્ટર અને મોન્ટગોમરીની બેપ્ટિસ્ટ સાઉથ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીએ માહિતી આપી હતી
આ મામલામાં પોલીસ અધિક્ષક પેટ્રિક માર્ડિસે કહ્યું કે ઘાયલોમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે જેને પેટમાં ગોળી વાગી હતી અને એક યુવકને હાથમાં ગોળી વાગી છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમને યુનિવર્સિટીના વેસ્ટ કોમન્સ એપાર્ટમેન્ટ્સમાં ફાયરિંગ થયાની જાણકારી મળી ત્યારે તેઓ શહેરના અન્ય એક ફાયરિંગની ઘટનાની તપાસ કરી રહ્યા હતા.
ટસ્કેગી પોલીસ વડાની ઑફિસમાંથી એક વ્યક્તિએ કહ્યું કે અન્ય કોઈ માહિતી તાત્કાલિક ઉપલબ્ધ નથી. અલબામા સ્ટેટ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન પણ તપાસ કરી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે સ્પેશિયલ એજન્ટ્સ હજુ પણ ઘટનાઓના ક્રમ સાથે સંબંધિત માહિતી એકત્રિત કરવાની અને તપાસ કરવાની પ્રક્રિયામાં છે. ફ્લોરિડાના તલ્હાસીના એક વિદ્યાર્થી અમરે હાર્ડીએ જણાવ્યું હતું કે ગોળીબારથી યુનિવર્સિટીમાં લોકો હચમચી ગયા છે. ફાયરિંગનું કારણ જાણવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.