(Source: ECI/ABP News/ABP Majha)
આ મુસ્લિમ દેશમાં BAPS સ્વામી નારાયણ સંસ્થા દ્વારા નિર્માણ પામ્યું પહેલુ ભવ્ય હિન્દુ મંદિર, PM મોદીના હસ્તે થશે ઉદ્ધધાટન
PM મોદી UAEમાં બનેલા પહેલા હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે. BAPS એ 14 ફેબ્રુઆરી 2024 ના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહ માટે PM મોદીને આમંત્રણ આપ્યું છે,
સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 14 ફેબ્રુઆરી 2024 ના રોજ થવાની છે. BAPSના સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસ સાથે ઉપસ્થિત પ્રતિનિધિ મંડળે PM મોદીને ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ હશે.
આ મંદિર અબુ ધાબીમાં 'અલ વકબા' નામની જગ્યા પર 20,000 ચોરસ મીટરની જમીન પર બનાવવામાં આવ્યું છે. હાઇવેની નજીક આવેલ અલ વકબા, અબુ ધાબીથી લગભગ 30 મિનિટના અંતરે છે. તમને જણાવી દઈએ કે ભારતીય દૂતાવાસના ડેટા અનુસાર, UAEમાં લગભગ 26 લાખ ભારતીયો રહે છે, જે ત્યાંની વસ્તીના લગભગ 30% છે. મંદિરમાં કોતરણી દ્વારા અધિકૃત પ્રાચીન કલા અને સ્થાપત્યને પુનર્જીવિત કરવામાં આવ્યું છે. મંદિર પ્રબંધનના પ્રવક્તા અશોક કોટેચાએ જણાવ્યું હતું કે માસ્ટર પ્લાનની ડિઝાઇન 2020ની શરૂઆતમાં પૂર્ણ થઈ ગઈ હતી. સમુદાયના સમર્થન અને ભારત અને UAEના નેતૃત્વથી ઐતિહાસિક મંદિરનું કામ આગળ વધી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે UAE સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 20,000 ચોરસ મીટર જમીન આપી હતી. UAE સરકારે 2015માં આની જાહેરાત કરી હતી જ્યારે વડાપ્રધાન મોદી ત્યાં બે દિવસની મુલાકાતે ગયા હતા. સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. મંદિર નિર્માણમાં ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 2018માં પીએમ નરેન્દ્ર મોદીની દુબઈ મુલાકાત દરમિયાન બોચાસણ નિવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ ત્યાં ઓપેરા હાઉસથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.