શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લંડનઃ વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર આજે ચુકાદો, CBI અને EDની ટીમ રહેશે હાજર
નવી દિલ્હીઃ વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલામાં આજે લંડનના વેસ્ટમિસ્ટર કોર્ટ મોટો નિર્ણય લઇ શકે છે. કોર્ટનો નિર્ણય કોઇ પણ પક્ષમાં આવે કારણ કે વિજય માલ્યા ભારત આવી શકશે નહી કારણ કે નિર્ણય વિરુદ્ધ જવા પર માલ્યા મોટી કોર્ટમાં જઇ શકે છે. સીબીઆઇ અને ઇડીની ટીમ લંડન પહોંચી ચૂકી છે અને વકીલોના સંપર્કમાં છે. ભારતીય તપાસ એજન્સીઓ માલ્યાનું પ્રત્યાર્પણ કરીને ભારત લાવવા માંગે છે. સૂત્રોના મતે ઇડીના બે અધિકારીઓ પણ સીબીઆઇના અધિકારીઓ સાથે છે.
સીબીઆઇ સૂત્રોના મતે જો નિર્ણય ભારતના વિરોધમાં ગયો તો ઉપરની કોર્ટમાં જવાની તૈયારી કરી દેવામાં આવી છે. નિર્ણય ભારતના પક્ષમાં આવે છે તો ભારત 2019ની ચૂંટણીમાં આ મુદ્દાનો ફાયદો ઉઠાવી શકે છે. ભારત સરકારને આ મામલાને લઇને ખૂબ આશા છે.
આ અગાઉ અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલના વચેટિયા ક્રિશ્વિયન મિશેલનું યુએઇથી પ્રત્યાર્પણ કરી ભાજપ કોગ્રેસ પર નિશાન સાધી રહી છે. સરકાર સંદેશ આપવા ઇચ્છે છે કે તે દેશમાંથી ભાગી રહેલા કોઇ ગુનેગારને છોડવાના મૂડમાં નથી. નોંધનીય છે કે તાજેતરમાં જ માલ્યાએ ટ્વિટ કરી જણાવ્યું કે, મે એક રૂપિયો પણ ઉધાર લીધો નથી. લોન કિંગ ફિશરે લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion