Russia-Ukraine Crisis: વડોદરાના મનીષ દવેએ યુક્રેનમાં ભારતીયો પ્રત્યે ઉદારતા દાખવી, વિદ્યાર્થીઓને ભોજન અને આશ્રય આપ્યો
વડોદરના રહેવાસી મનીષે તેની રેસ્ટોરન્ટને કોમ્યુનિટી કિચનમાં ફેરવી દીધી છે, જ્યાં તેણે વિદ્યાર્થીઓને આશ્રય આપ્યો છે અને ભોજન પણ આપી રહ્યાં છે.
Manish Dave's Ukraine Saathiya Restaurant: યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે હૃદયને હચમચાવી દે તેવા સમાચારો આવી રહ્યા છે અને ઘણા દેશોના નાગરિકો ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે, આ દરમિયાન રાજધાની કિવમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે થોડી રાહત આપી શકે છે.
વડોદરના રહેવાસી મનીષે તેની રેસ્ટોરન્ટને કોમ્યુનિટી કિચનમાં ફેરવી દીધી છે, જ્યાં તેણે વિદ્યાર્થીઓને આશ્રય આપ્યો છે અને ભોજન પણ આપી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાથિયા રેસ્ટોરેન્ટે હુમલો શરૂ થયો ત્યારથી ઘણા લોકોને આશ્રય આપ્યો હતો.
મનીષ દવેએ જણાવ્યું હતું કે ભોંયરામાં સ્થિત હોવાને કારણે, આ રેસ્ટોરન્ટ એક પ્રકારનું બોમ્બ બંકર બની ગયું છે, યુદ્ધમાં વિસ્ફોટથી ડરી ગયેલા ઘણા લોકો તેમના સામાન સાથે અહીં આશ્રય લેવા માટે સાથિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા, જેમને તેઓએ ખવડાવ્યું અને આશ્રય આપ્યો.
તેણે કહ્યું કે 'ઘણા યુક્રેનિયન નાગરિકો પણ મારી રેસ્ટોરન્ટમાં આ આશા સાથે આવ્યા હતા કે તેઓ અહીં સુરક્ષિત રહેશે, આ રેસ્ટોરન્ટ હવે બોમ્બ શેલ્ટર જેવું છે કારણ કે તે ભોંયરામાં છે અને અહીં અમને બધાને ભોજન પીરસી રહ્યું છે.' રેસ્ટોરન્ટે કમાણી કરવાનું બંધ કરી દીધું પરંતુ તે સારી કમાણી કરવા મક્કમ હતો, મનીષે તેની રેસ્ટોરન્ટને કોમ્યુનિટી કિચનમાં ફેરવી દીધી, લોકોએ સોશિયલ મીડિયા પર તેના આ પગલાની પ્રશંસા પણ કરી.
A man called Manish Dave has turned his restaurant into a shelter for over 125 vulnerable people in Ukraine. He & his staff cook food & risk their lives in search of ration for them all. The world needs more people like Manish Dave. pic.twitter.com/ZnQlViwDoZ
— GOOD (@good) February 27, 2022
જો કે મંગળવારે, મનીષ દવે પણ અન્ય ભારતીયો સાથે યુક્રેન છોડ્યું કારણ કે કિવમાં ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડી દેવા જણાવ્યું હતું. મનીષ દવેએ કહ્યું, "અમે કિવ રેલ્વે સ્ટેશન પર પહોંચી ગયા છીએ. અમે આગલી ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા છીએ. પરંતુ અમને ખબર નથી કે ક્યાં જવું છે. સૌથી સુરક્ષિત વિકલ્પ રોમાનિયા છે. અમે રોમાનિયાથી આગળ જવાની આશા રાખીએ છીએ."