Ukraine Russia War: આંતરરાષ્ટ્રીય કોર્ટમાં યુક્રેનની જીત, રશિયાને યુદ્ધ રોકવા આદેશ આપ્યો
નેધરલેન્ડના હેગ ખાતેની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં યુક્રેને રશિયાએ કરેલા સૈન્ય ઓપરેશન (યુદ્ધ) અંગે કેસ કર્યો હતો.
નેધરલેન્ડના હેગ ખાતેની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં યુક્રેને રશિયાએ કરેલા સૈન્ય ઓપરેશન (યુદ્ધ) અંગે કેસ કર્યો હતો. યુક્રેને રશિયા સામેનો આ કેસ જીતી લીધો છે. ICJએ રશિયાને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ બંધનકર્તા છે. ICJના આદેશ પર યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયાએ તરત જ તેનું પાલન કરવું જોઈએ. આ ઓર્ડરનો અનાદર કરવાથી રશિયા દુનિયાથી વધુ અલગ થઈ જશે.
કોર્ટે રશિયન ફેડરેશનને 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ યુક્રેનના પ્રદેશ પર શરૂ કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીને તાત્કાલિક સ્થગિત કરવા જણાવ્યું હતું. કોર્ટે 13-2 મતનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર, રશિયન ફેડરેશન હવે આગળ કોઈ સૈન્ય કાર્યવાહી માટે ના કરે.
કોર્ટે સર્વસંમતિથી આદેશ આપ્યો હતો કે બંને પક્ષોએ વિવાદને વધારી શકે તેવા કોઈપણ કાર્યથી દૂર રહેવું જોઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ICJના આદેશ બાદ કહ્યું કે, યુક્રેન રશિયા સામે પોતાનો કેસ જીતી ગયું છે. ICJએ રશિયાને તાત્કાલિક હુમલા રોકવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ બંધનકર્તા છે. રશિયાએ તરત જ તેનું પાલન કરવું જોઈએ. ઓર્ડરનો અનાદર કરવાથી રશિયા વધુ અલગ થઈ જશે.
ઝેલેન્સકીએ યુએસ સંસદમાં સંબોધન કર્યુંઃ
રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુએસ સંસદમાં સંબોધન કર્યું. આ દરમિયાન તમામ અમેરિકી સાંસદોએ ઉભા રહીને ઝેલેન્સકીનું અભિવાદન કર્યું હતું. ઝેલેન્સકીએ કહ્યું કે, અમે યુદ્ધ નથી ઈચ્છતા. યુદ્ધ બંધ કરવું જોઈએ. અમે યુદ્ધને રોકવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. રશિયા સતત હુમલા માટે મિસાઈલોનો ઉપયોગ કરી રહ્યું છે. ઝેલેન્સકીએ અમેરિકાને બીજા વિશ્વયુદ્ધની યાદ અપાવી અને યુએસની સંસદમાં યુક્રેનની તબાહીનો વીડિયો બતાવ્યો હતો. ઝેલેન્સકીએ કહ્યું કે, અમારા અધિકારો પર હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ અપીલ કરી હતી કે, અમેરિકાએ રશિયા પર વધુ કડક પ્રતિબંધો લગાવવા જોઈએ. અમેરિકન કંપનીઓએ પણ રશિયા છોડવું જોઈએ.