શોધખોળ કરો

ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ કરી ચૂક્યું છે રશિયા, યુક્રેનના રાષ્ટ્રપતિના દાવા બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ

આજે સમગ્ર વિશ્વની નજર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર છે. આ બન્ને દેશો વચ્ચે છેલ્લા 22 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે જેમા હજારો લોકો મોતને ભેટ્યા છે તો અબજો રૂપિયાનું નુકશાન થયુ છે.

આજે સમગ્ર વિશ્વની નજર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર છે. આ બન્ને દેશો વચ્ચે છેલ્લા 22 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે જેમા હજારો લોકો મોતને ભેટ્યા છે તો અબજો રૂપિયાનું નુકશાન થયુ છે. રશિયાએ યુક્રેનના અનેક શહેરો બરબાદ કરી દીધા છે. તો આજે યુક્રેનના રાષ્ટ્રપતિએ કરેલા એક દાવાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે કહ્યું કે, રશિયાએ ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ કરી દીધુ છે અને તેના કારણે સમગ્ર માનવજાત માટે ખતરો ઉભો થયો છે. ઝેલેંસ્કીએ કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન પર કરેલા આક્રમણનું પરિણામ આવવાનું હજુ બાકી છે, પરંતુ તેના નિર્ણયથી વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ બની રહી છે. તેમણે આગળ કહ્યું કે, આજથી 80 વર્ષ પહેલા જ્યારે બીજુ વિશ્વ યુદ્ધ શરૂ થયું ત્યારે તેના વિશે કોઈ વાત કરતા નહોતા.

ઝેલેંસ્કીએ કહ્યું કે, યુક્રેની લોકો અપરાજીત છે. ભલે રશિયાની સેના રાજધાની કિવથી લઈને અમારી સમગ્ર જમીન પર કબજો કરી લે પરંતુ તેઓ યુક્રેનની ગરીમા અને પોતાના દેશ પ્રત્યેના પ્રેમને ઓછો નહીં કરી શકે. રશિયાએ અમારી તમામ વસ્તીને બરબાદ કરીને રાખી દીધી છે, પરંતુ તેઓ ક્યારેય યુક્રેનના નાગરિકોને હરાવી શકશે નહીં. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ અમેરિકી સંસદનાં સંબોધન કર્યું હતું. તે દરમિયાન તેમણે અમેરિકા પાસે વધુમાં વધુ મદદની માગ કરી હતી.

યુ્ક્રેનના રાષ્ટ્રપિતએ કહ્યું કે, તેમના પાડોશી દેશોની નજર હાલમાં આ યુદ્ધ પર લાગેલી છે. રશિયા આ યુદ્ધમાં તમામ હદો પાર કરી ચૂક્યું છે. નોંધનિય છે કે આ બન્ને દેશો વચ્ચે ચાલતા યુદ્ધના આજે ત્રણ સપ્તાહ જેટલો સમય વિતિ ગયો છે. બન્નેમાંથી કોઈપણ દેશ આજે નમતું જોખવા તૈયાર નથી અને હજી આ યુદ્ધ કેટલો સમય લાંબુ ચાલશે તે અંગે પણ કોઈ અટકળો કરી શકાય તેમ નથી. તાજેતરમાં રશિયાના રાષ્ટ્પતિ પુતિને કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરીને જ રહેશે, હવે તેમના આ નિવેદનથી તો એક વાત સ્પષ્ટ છે કે રશિયા હાલનાં યુદ્ધ રોકવાના પક્ષમા નથી.

યુક્રેનની સમાચાર એજન્સીએ બુધવારે એક અધિકારીને ટાંકીને કહ્યું હતુ કે, છેલ્લા સપ્તાહ દરમિયાન બંધક બનાવવામાં આવેલા મોલિતોપોલ શહેરના મેયરને છોડાવવામાં માટે બંધક બનાવવામાં આવેલા રશિયાના સૈનિકોને છોડવામાં આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિની ઓફિસ તરફથી કહેવાનમાં આવ્યું કે, મેયરને છોડી મુકવામાં આવ્યા છે પરંતુ તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
E20 પેટ્રોલથી ખરાબ થઈ ગાડી, દેશનો પહેલો કેસ વાહન માલિકની તરફેણમાં, હવે કંપનીએ આપવી પડશે નવી કાર
E20 પેટ્રોલથી ખરાબ થઈ ગાડી, દેશનો પહેલો કેસ વાહન માલિકની તરફેણમાં, હવે કંપનીએ આપવી પડશે નવી કાર
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Embed widget