Ukraine War: '...તો 2023માં ખત્મ થઇ જશે રશિયા-યુક્રેન યુદ્ધ?' બાઇડનની મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ કેમ કર્યો આ દાવો?
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સોમવારે એક વીડિયો સંબોધનમાં યુએસ પ્રમુખ જો બાઇડનની મુલાકાતના મહત્વ વિશે વાત કરી હતી
Biden Visits Ukraine: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સોમવારે એક વીડિયો સંબોધનમાં યુએસ પ્રમુખ જો બાઇડનની મુલાકાતના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'બંને દેશો (યુક્રેન-અમેરિકા) એ વાત પર સહમત થયા છે કે વર્ષ 2023માં રશિયાને હાર આપી દેવી જોઇએ.'
#UPDATE US President Joe Biden on Monday made a trip to Kyiv organised in strict secrecy, promising $500 million in fresh arms deliveries and "unwavering" American support for Ukraine ahead of the first anniversary of Russia's invasion ▶️ https://t.co/Ys5LRmqVqy pic.twitter.com/0OankJmy6S
— AFP News Agency (@AFP) February 20, 2023
ઝેલેન્સકીએ કહ્યું હતું કે "રાષ્ટ્રપતિ બાઇડન અને મેં બેઠક દરમિયાન આ મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા કરી છે. રશિયા દ્વારા ચલાવવામાં આવેલા આ યુદ્ધમાં આપણી સામાન્ય જીત સુનિશ્ચિત કરવા માટે શું કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી," તેમણે કહ્યું હતું કે ઝેલેન્સકીએ આ સમયગાળા દરમિયાન અમેરિકાના સહયોગ અને સમર્થન માટે પણ આભાર માન્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે "અમે વધુ શસ્ત્રોની સપ્લાય કરવા માટે કામ કરી રહ્યા છીએ જે અગાઉ સપોર્ટ પેકેજમાં સામેલ ન હતા.
VIDEO: US President Joe Biden visits the Heavenly Hundred Memorial in Kyiv with President Volodymyr Zelensky during his surprise visit to Ukraine's capital pic.twitter.com/ibdWxZM4dN
— AFP News Agency (@AFP) February 21, 2023
બાઇડને આ જાહેરાત કરી હતી
વાસ્તવમાં અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડને યુક્રેનની અઘોષિત મુલાકાત લીધી હતી. યુક્રેન પર રશિયાના આક્રમણની વર્ષગાંઠના થોડા દિવસો પહેલા બાઇડન ઝેલેન્સ્કીને મળ્યા હતા. આ દરમિયાન, તેમણે અડધા અબજ ડોલરની વધારાની યુએસ સહાયની જાહેરાત કરી હતી.
અમેરિકા સાથે છે – બાઇડન
બાઇડને કહ્યું હતું કે “એક વર્ષ પછી કિવ મક્કમ છે. લોકશાહી ઉભી છે. અમેરિકનો તમારી સાથે ઉભા છે અને વિશ્વ તમારી સાથે છે. છેલ્લા એક વર્ષમાં આ યુદ્ધને કારણે હજારો યુક્રેનના સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે. લાખો શરણાર્થીઓએ દેશ છોડી દીધો અને યુક્રેનને અબજો ડોલરનું નુકસાન થયું છે.
Russian officials and state media downplayed President Joe Biden’s surprise visit to Ukraine on Monday, painting Kyiv as a U.S. puppet and maintaining Moscow’s forces will prevail despite Washington’s pledges to send more weapons to Ukraine. https://t.co/S5U3X08ffU
— The Associated Press (@AP) February 20, 2023