Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે કરી વાત ? જાણો શું કરી વિનંતી
Russia Ukraine War: રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. યુક્રેનમાં દમ તોડતા અને દેશ છોડીના ભાગતાં લોકોની તસવીરો સામે આવી રહી છે.
Russia Ukraine War: રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. યુક્રેનમાં દમ તોડતા અને દેશ છોડીના ભાગતાં લોકોની તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા છે. આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે.
વોલોડીમીર ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શું કરી વિનંતી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હોવાનો દાવો કર્યો છે. તેણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેણે પીએમ મોદી સાથે વાત કરી છે. યુક્રેન દ્વારા રશિયન સેનાને ભગાડવા ભારતને યુએનએસસીમાં રાજકીય સમર્થન આપવા તેમણએ વિનંતી કરી હતી.
Ukrainian President Volodymyr Zelensky spoke with PM Narendra Modi
— ANI (@ANI) February 26, 2022
"Informed of the course of Ukraine repulsing Russian aggression. Urged India to give us political support in UNSC. Stop the aggressor together," tweets Ukrainian President
(File Pics) pic.twitter.com/jiZdKxvoDy
યુક્રેનની મહિલા સાંસદે ઉપાડી બંદૂક
યુદ્ધ દરમિયાન યુક્રેનની મહિલા સાંસદે પણ હાથમાં હથિયાર ધારણ કર્યા છે. જેની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.મહિલા સાસંદનું નામ કિરા રુડિક છે. તેણે બંદૂક ઉપાડતો ફોટો ટ્વીટ કરીને કહ્યું, હું બંદૂલ ચલાવવાની શીખી છું. હવે હથિયાર ઉઠાવવા જરૂરી થઈ ગયા છે, તે કોઈ સપના જેવું લાગે છે. થોડા દિવસ પહેલા મેં આ અંગે વિચાર્યું પણ નહોતું પરંતુ હવે યુક્રેનની મહિલાઓ પુરુષોની જેમ પોતાની મા-ભોમની રક્ષા કરી શકશે.
ઈન્ટરનેટ પર તસવીર વાયરલ થયા બાદ શું કહ્યું સાંસદે
ઈન્ટરનેટ પર તસવીર વાયરલ થયા બાદ કિરાએ કહ્યું, અમારી અને રશિયાની સેનાના હથિયાર ઉઠાવવામાં અંતર છે. અમે તેની જેમ કોઈ બીજાની જમીન પર કબજો કરવા માટે બંદૂક નથી ઉઠાવી, પરંતુ અમારા વતનની સુરક્ષા માટે લડી રહ્યા છીએ.