(Source: ECI/ABP News/ABP Majha)
Underworld Don : દાઉદની સાથો સાથ તેની આખી 'ખચ્ચર ગેંગ'ને લઈ ABP ન્યૂઝે કર્યો ધડાકો
તાજેતરમાં કરવામાં આવેલા આ ખુલાસાઓમાં એબીપી ન્યૂઝને છોટા શકીલ સહિત તમામ ગેંગસ્ટરોના સરનામા વિશે પાક્કા અને વિશ્વસનીય પુરાવા હાથ લાગ્યા છે
Dawood Ibrahim: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ રહે છે. ભારતે ઘણી વખત આ બાબતના પુરાવા પણ આપ્યા છે પરંતુ પાકિસ્તાન ના તો તેને માનવા તૈયાર છે અને ના તો તેના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવા. હવે નવો ખુલાસો થયો છે કે, માત્ર દાઉદ જ નહીં તેનો ખાસમખાસ એવો છોટા શકીલ કે જે તેનો જમણો હાથ હોવાનું કહેવાય છે તે પણ પાડોશી દેશમાં જ રહે છે. આ સાથે તેની આખી ગેંગ પાકિસ્તાનમાં રહીને પોતાના ગોરખધંધા ચલાવી રહી છે. આ વાતનો ખુલાસો એબીપી ન્યૂઝે કર્યો છે.
તાજેતરમાં કરવામાં આવેલા આ ખુલાસાઓમાં એબીપી ન્યૂઝને છોટા શકીલ સહિત તમામ ગેંગસ્ટરોના સરનામા વિશે પાક્કા અને વિશ્વસનીય પુરાવા હાથ લાગ્યા છે. જેથી હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, દાઉદ ઈબ્રાહિમ હજી પણ પાકિસ્તાનની ધરતી પર છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ NIAએ પોતાનો તપાસ રિપોર્ટ સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. જેનો કેટલોક ભાગ એબીપી ન્યૂઝના હાથ લાગ્યો છે. દેશની સૌથી મોટી તપાસ એજન્સી NIAએ તેની તપાસમાં આ વોન્ટેડ અંડરવર્લ્ડ ગેંગસ્ટર્સના વર્તમાન સરનામાની પુષ્ટિ કરી છે.
NIAને તપાસમાં જાણવા મળ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમ અને તેના નજીકના લોકો હાલ પાકિસ્તાનમાં જ છે. પાકિસ્તાનમાં હાજર દાઉદ અને તેના નજીકના મિત્રોની વાત કરીએ તો તેમાં વોન્ટેડ ગેંગસ્ટર છોટા શકીલ, અનીસ ઈબ્રાહિમ, જાવેદ પટેલ ઉર્ફે જાવેદ ચિકના અને ટાઈગર મેમણનો સમાવેશ થાય છે.
એબીપી ન્યૂઝના હાથ લાગ્યું દાઉદ સહિતનાઓનું પાકિસ્તાનનું સરનામું, જાણો વિગતે.
નંબર 1- દાઉદ ઈબ્રાહીમ
તપાસ રિપોર્ટમાં દાઉદ ઈબ્રાહિમના પાકિસ્તાનમાં બે સરનામાની માહિતી આપવામાં આવી છે. ડી-13, બ્લોક 4, કેડીએ સ્કીમ-5, ક્લિફ્ટન, કરાચી, પાકિસ્તાન-37, 30મી સ્ટ્રીટ- કરાચી, પાકિસ્તાનમાં ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી, સાઉદી મસ્જિદ પાસે વ્હાઇટ હાઉસ, કરાચીમાં ક્લિફ્ટન, નૂરબાદ બંગલાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ મહલનુમા બંગલો, કરાચી, પાકિસ્તાન છે.
નંબર 2- શકીલ બાબુ મોહિદ્દીન શેખ ઉર્ફે શકીલ શેખ ઉર્ફે છોટા શકીલ
NIAની તપાસમાં છોટા શકીલનું સરનામું સામે આવ્યું છે. તેના કહેવા મુજબ તે 68/70, જે સ્ટ્રીટ, મોહલ્લા ખયાબાન મુઝાફિઝ, ડીએચએ ફેઝ - VI, કરાચી, પાકિસ્તાન છે.
નંબર 3- હાજી અનીસ ઉર્ફે અનીસ ઈબ્રાહીમ શેખ
NIAની તપાસમાં બહાર આવ્યું છે કે અનીસ શેખ પણ કરાચીમાં રહે છે અને તેનું સરનામું ઘર નંબર ડી-95, મોહલ્લા ક્લિફ્ટન, બ્લોક-4, કરાચી તહસીલ, જિલ્લો - કરાચી દક્ષિણ છે.
નંબર 4- જાવેદ પટેલ ઉર્ફે જાવેદ ચિકના
તપાસ દરમિયાન NIAને જાવેદ પટેલ ઉર્ફે જાવેદ ચિકનાના પાકિસ્તાનના બે સરનામાની જાણકારી મળી છે.
પહેલું સરનામું છે - ડિફેન્સ કોર્પોરેશન હાઉસિંગ સોસાયટી, કરાચી, પાકિસ્તાન. બીજું સરનામું છે -D-5, માયામાર આર્કેડ, ગુલશન-એ-ઇકબાલ, ગુલશન સાઇકિયાટ્રિક હોસ્પિટલ પાસે, કરાચી.
નંબર 5- ઈબ્રાહિમ મોસ્ટર અબ્દુલ રઝાક મેમણ ઉર્ફે ટાઈગર મેમણ
NIAની તપાસમાં બે સરનામા મળી આવ્યા છે. તપાસમાં પહેલું સરનામું હાઉસ નંબર 34-એ, સ્ટ્રીટ 29, ફેઝ-5, ડીએચએ, કરાચી, પાકિસ્તાન છે. જ્યારે બીજા સરનામું ઘર નં. 1/A-2, ગોલ્ફ કોર્સ રોડ-1, ફેઝ IV, DHA, કરાચી, પાકિસ્તાન છે.