(Source: ECI/ABP News/ABP Majha)
Colorado Supermarket Shooting: અમેરિકાના કોલોરાડો પ્રાંતના સુપરમાર્કેટમાં ફાયરિંગ, 1 પોલીસ અધિકારી સહિત 6 લોકોના મોત
પોલીસ અનુસાર તેની પાસે ફાયરિંગ કરાયાના તરત જ બાદ કેટલીય ડિટેલ્સ છે, સંદિગ્ધને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે. તે ઘાયલ છે, અને તેને સારવાર માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. વળી પોલીસે જણાવ્યુ કે હજુ સુધી એ જાણી શકાયુ નથી કે બૉલ્ડરના ટેબલ મેસા એરિયામાં સ્થિત કિંગ સૂપર્સ સ્ટૉર્સમાં ત્રણ વાગ્યાની આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. હાલ પોલીસ તપાસમાં જોડાઇ ગઇ છે.
ન્યૂયોર્કઃ અમેરિકામાં કોલોરાડો પ્રાંતમાં બૉલ્ડરમાં એક સુપરમાર્કેટમાં થયેલા ફાયરિંગમાં એક પોલીસ ઓફિસર સહિત છ લોકોના મોત થઇ ગયા છે, અને એક સંદિગ્ધ ઘાયલ થયો છે. આ જાણકારી ધ વ વૉલ સ્ટ્રીટ જર્નલે પોલીસ અધિકારીઓના હવાલાથી આપી છે. વળી એવુ પણ કહેવાઇ રહ્યું છે કે મરનારાઓની સંખ્યા વધી શકે છે. હાલ પોલીસ તપાસમાં જોડાઇ ગઇ છે. અમેરિકાના સુપરમાર્ટ સ્ટોરમાં ફાયરિંગની ઘટના બની છે.
સંદિગ્ધને પોલીસે કસ્ટડીમાં લીધો....
પોલીસ અનુસાર તેની પાસે ફાયરિંગ કરાયાના તરત જ બાદ કેટલીય ડિટેલ્સ છે, સંદિગ્ધને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે. તે ઘાયલ છે, અને તેને સારવાર માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. વળી પોલીસે જણાવ્યુ કે હજુ સુધી એ જાણી શકાયુ નથી કે બૉલ્ડરના ટેબલ મેસા એરિયામાં સ્થિત કિંગ સૂપર્સ સ્ટૉર્સમાં ત્રણ વાગ્યાની આસપાસ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. હાલ પોલીસ તપાસમાં જોડાઇ ગઇ છે. સુપરમાર્કેટમા પોલીસે એક વ્યક્તિને હાથકડી પહેરીને બહાર કાઢ્યો હતો અને તે લોહીથી લથબથ હતો. બોલ્ડરના પોલીસ કમાંડર કેરી યામાગુચીએ કહ્યું, હાલ કોઈ ખતરો નથી. અધિકારીએ આ વ્યક્તિએ ફાયરિંગ કેમ કર્યુ તેનો કોઇ ખુલાસો કર્યો નહોતો.
બૉલ્ડર પોલીસે ટ્વીટ કર્યુ....
વળી, બૉલ્ડર પોલીસ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યુ કે અમારી પાસે કેટલાય પીડિત છે. જેના મોત થયા છે. પીડિતોમાંથી એક બૉલ્ડર પોલીસ અધિકારી છે. મીડિયાને પરિવારોની ગોપનિયાનુ સન્માન કરવાનું કહેવામાં આવ્યુ છે, તપાસ ચાલુ છે.
પોલીસે તપાસ શરૂ કરી દીધી છે....
વળી બૉલ્ડર પોલીસ વિભાગના કમાન્ડર કેરી યામાગુચીએ સંવાદદાતાઓને જણાવ્યુ કે ક્રાઇમ સીનથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમને કહ્યું કે આ ફાયરિંગમાં કેટલાય લોકો માર્યા ગયા છે, અને દૂર્ભાગ્યથી તેમના ડિપાર્ટમેન્ટના એક પોલીસ અધિકારી પણ માર્યા ગયા છે.