શોધખોળ કરો
Advertisement
US Elections: અમેરિકામાં ચૂંટણી હિંસાની આશંકા, વ્હાઇટ હાઉસને કિલ્લામાં ફેરવાયું
અમેરિકામાં ચૂંટણીના દિવસે હિંસાની આશંકા વચ્ચે વ્હાઈટ હાઉસ, પ્રમુખ વાણિજ્ય ક્ષેત્રો અને બજારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ન્યૂયોર્ક: અમેરિકામાં ચૂંટણીના દિવસે હિંસાની આશંકા વચ્ચે વ્હાઈટ હાઉસ, પ્રમુખ વાણિજ્ય ક્ષેત્રો અને બજારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દુકાનદારોએ પોતાની દુકાનોને નુકસાનથી બચાવવા માટે તેના પર લાકડીના કવર લગાવી રહ્યા છે.
હિંસાની શક્યતાઓને લઇને વ્હાઇટ હાઉસ, મુખ્ય કૉમર્શિયલ એરિયા અને બજારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સીક્રેટ સર્વિસે વ્હાઇટ હાઉસને કિલ્લામાં ફેરવી દીધું છે. ત્યારબાદ રાષ્ટ્રપતિના નિવાસસ્થાનના પ્રાંગણની ચારેય તરફ એક અસ્થાયી ઊંચી દીવાલ બનાવવામાં આવી છે. હિંસાની શક્યતાને જોતા મુખ્ય દુકાનો અને સ્ટોરો પર સુરક્ષા માટે લાકડીની ફ્રેમ લગાવવામાં આવી. આ સ્થિતિ ન્યૂયૉર્કથી લઇને બૉસ્ટન અને હ્યૂસ્ટનથી લઇને વૉશિંગ્ટન તેમજ શિકાગો સુધી જોવા મળી.
ન્યૂયોર્કના ગવર્નર બિલ ડે બ્લાસિયોએ સોમવારે કહ્યું કે તેમણે પોલીસ આયુક્ત ડેરમોટ શેયા સાથે વાત કરી છે અને હિંસાના સંબંધમાં કોઈ યોગ્ય જાણકારી નથી.
અમેરિકન ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનની વચ્ચે મુકાબલો છે. અમેરિકન જનતા 3 નવેમ્બરના બંનેનું ભવિષ્ય નક્કી કરશે. ભારતીય સમય અનુસાર સાંજે લગભગ 4 વાગ્યાથી વોટિંગ શરૂ થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement