શોધખોળ કરો

‘ડિલ નહીં તો હવે ભયંકર વિનાશ...’: ડોનાલ્ડ ટ્રમ્પ હવે આરપારના મૂડમાં, હવે ઈરાન પાસે કોઈ વિકલ્પ નથી?

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: જાણો શાંતિ મંત્રણા પહેલા શું બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકા-ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં મંત્રણા 2.0 ચર્ચાઓ ચાલી રહી છે.
  • ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી, 'ડીલ નહિ તો વિનાશ નિશ્ચિત'.
  • અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ, વધુ શક્તિશાળી બન્યું.
  • યુદ્ધવિરામ લંબાવવાને બદલે ટ્રમ્પને સારી ડીલ જોઈએ.

US-Iran Talks 2.0: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં મંત્રણા 2.0 ની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી દીધી છે. ટ્રમ્પ હવે 'કરો યા મરો' ના મૂડમાં છે અને સ્પષ્ટ કરી દીધું છે કે જો બંને દેશો વચ્ચે કોઈ સારો કરાર (ડીલ) નહીં થાય, તો યુદ્ધ અને ઈરાનનો વિનાશ નિશ્ચિત છે. ચાલો જાણીએ આ સમગ્ર મામલે અત્યારે શું અપડેટ છે અને ટ્રમ્પે પોતાના નિવેદનમાં શું કહ્યું છે.

ટ્રમ્પની ઈરાનને સીધી ધમકી: "હવે કોઈ વિકલ્પ નથી"

અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ હજુ પણ ઉકેલાતો દેખાતો નથી. મંગળવારે (21 એપ્રિલ) ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને છેલ્લું અલ્ટીમેટમ આપતા કહ્યું કે હવે ઈરાન પાસે સમાધાન કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ બચ્યો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ હવે યુદ્ધવિરામ (Ceasefire) લંબાવવાના કોઈ જ મૂડમાં નથી. જો બંને દેશો વચ્ચે કોઈ યોગ્ય સમજૂતી નહિ સધાય તો યુદ્ધ થવું નક્કી છે.

"અમે પહેલા કરતા વધુ તાકાતવર છીએ"

CNBC ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું, "હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર અત્યારે અમારું સંપૂર્ણ નિયંત્રણ છે. મને પૂરો વિશ્વાસ છે કે અમે આખરે એક બહુ સારી ડીલ સુધી પહોંચી શકીશું, કારણ કે તેમની (ઈરાન) પાસે બીજો કોઈ રસ્તો જ નથી." ટ્રમ્પે પોતાની તાકાત બતાવતા ઉમેર્યું કે, "અમે સંપૂર્ણ રીતે સશસ્ત્ર છીએ. યુદ્ધવિરામ પહેલા અમે જેટલા શક્તિશાળી હતા, તેના કરતા અત્યારે ઘણા વધારે તાકાતવર છીએ."

"ડીલ નહિ તો ઈરાનનો વિનાશ પાક્કો"

ટ્રમ્પે પોતાની વાત પર ભાર મુકતા કહ્યું કે જો કોઈ સોદો નહિ થાય તો ઈરાનને બહુ મોટું નુકસાન વેઠવું પડશે. તેમણે એક મોટો ખુલાસો કરતા એમ પણ કહ્યું કે, "અમે આ યુદ્ધવિરામના સમયનો ઉપયોગ અમારા હથિયારોનો ભંડાર ફરીથી ભરવા માટે કર્યો છે. કદાચ તેમણે (ઈરાને) પણ થોડો સંગ્રહ કર્યો હશે. પણ હું હવે આ યુદ્ધવિરામ લંબાવવા માંગતો નથી, મને એક સારી ડીલ જોઈએ છે. અમે તો પહેલેથી જ યુદ્ધ જીતી ગયા છીએ."

અમેરિકા ઈરાન વાટાઘાટો 2.0 નું લેટેસ્ટ અપડેટ શું છે?

તમને જણાવી દઈએ કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોનો પહેલો રાઉન્ડ સંપૂર્ણપણે સફળ રહ્યો ન હતો. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઘણા મુદ્દાઓ પર સહમતી બની ગઈ હતી, પરંતુ હોર્મુઝ અને પરમાણુ કાર્યક્રમના મુદ્દે વાત અટકી ગઈ હતી. હવે બીજા રાઉન્ડની વાતચીત માટે ચર્ચા ચાલી રહી છે.

સોમવાર રાત (20 એપ્રિલ) સુધીમાં 10 જેટલા યુએસ C 17 વિમાનો પાકિસ્તાન પહોંચી ગયા છે. એવો પણ દાવો થઈ રહ્યો છે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પણ આ વાટાઘાટોના બીજા રાઉન્ડમાં ભાગ લેશે, જોકે હજુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ બધાની વચ્ચે, ઈરાને હજુ સુધી આ બીજી વખતની વાટાઘાટો માટે પોતાની સંમતિ આપી નથી.

Frequently Asked Questions

અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં કઈ વાતચીત ચાલી રહી છે?

અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં બીજી વાર વાતચીત (મંત્રણા 2.0) ચાલી રહી છે. આ વાતચીતનો ઉદ્દેશ બંને દેશો વચ્ચેના મતભેદો દૂર કરવાનો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને શું ધમકી આપી છે?

ટ્રમ્પે ઈરાનને કહ્યું છે કે જો કોઈ સારો કરાર નહીં થાય તો યુદ્ધ અને ઈરાનનો વિનાશ નિશ્ચિત છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ યુદ્ધવિરામ લંબાવવાના મૂડમાં નથી.

હોર્મુઝ સ્ટ્રેટ પર કોનું નિયંત્રણ છે?

CNBC સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેની પ્રથમ વાટાઘાટો શા માટે સફળ રહી ન હતી?

પ્રથમ રાઉન્ડની વાટાઘાટોમાં ઘણા મુદ્દાઓ પર સહમતી બની હતી, પરંતુ હોર્મુઝ અને પરમાણુ કાર્યક્રમના મુદ્દે વાતચીત અટકી ગઈ હતી.

યુએસ C 17 વિમાનો પાકિસ્તાન શા માટે પહોંચ્યા છે?

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી બીજી વાટાઘાટો માટે 10 જેટલા યુએસ C 17 વિમાનો પાકિસ્તાન પહોંચ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
Embed widget