શોધખોળ કરો

અમેરિકા ઈરાન યુદ્ધ નિશ્ચિત? ટ્રમ્પે 150 કાર્ગો અને 50 ફાઈટર જેટ્સ મધ્ય પૂર્વમાં મોકલ્યા

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા. ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વમાં 150 કાર્ગો વિમાનો અને 50 ફાઈટર જેટ્સ તૈનાત કર્યા. પરમાણુ વાટાઘાટો નિષ્ફળ જશે તો હુમલો નિશ્ચિત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જીનીવામાં ઈરાન સાથે પરમાણુ કરારની વાટાઘાટો ચાલી રહી છે.
  • અમેરિકાએ ઈરાનની સરહદ નજીક ભારે લશ્કરી કાફલો તૈનાત કર્યો છે.
  • જો ડીલ નિષ્ફળ જશે તો અમેરિકા ઈરાન પર મોટો હુમલો કરશે.
  • અમેરિકા અને ઈઝરાયેલ સંયુક્ત રીતે ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરશે.

મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026 ના રોજ સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવા ખાતે અમેરિકા અને ઈરાનના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળો વચ્ચે પરમાણુ કરાર મુદ્દે નિર્ણાયક વાટાઘાટો ચાલી રહી હતી, બરાબર તે જ સમયે મધ્ય પૂર્વમાં (Middle East) વિનાશક યુદ્ધના કાળા વાદળો ઘેરાવા લાગ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની પર ભારે દબાણ ઊભું કરવા અને તેમને નમાવવા માટે છેલ્લા 24 કલાકમાં જંગી લશ્કરી કાફલો ઈરાનની સરહદો નજીક તૈનાત કરી દીધો છે. જો આ પરમાણુ ડીલ નિષ્ફળ જશે, તો અમેરિકા ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો લશ્કરી હુમલો કરવા જઈ રહ્યું છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.

ટ્રમ્પની જંગી લશ્કરી તૈયારીઓ: યુદ્ધના ભણકારા

અમેરિકન ન્યૂઝ પોર્ટલ એક્સિઓસના (Axios) લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર મધ્ય પૂર્વમાં એક એવા વ્યાપક અને ભયાનક યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, જેની સામાન્ય અમેરિકનો કલ્પના પણ ન કરી શકે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાએ માત્ર થોડા જ કલાકોમાં અભૂતપૂર્વ લશ્કરી જમાવડો કર્યો છે:

  • 150 થી વધુ વિશાળ લશ્કરી કાર્ગો વિમાનો દ્વારા મધ્ય પૂર્વના પોતાના બેઝ પર અદ્યતન શસ્ત્રો અને દારૂગોળો પહોંચાડવામાં આવ્યો છે.
  • ઈરાનને ચારેતરફથી ઘેરવા માટે અમેરિકન વાયુસેનાના સૌથી ખતરનાક ગણાતા F 35, F 22 અને F 16 સહિતના 50 થી વધુ ઘાતક ફાઇટર જેટ્સ પણ સ્ટેન્ડબાય મોડ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે.

જીનીવા વાટાઘાટો: સમાધાન કે સંઘર્ષ?

ટ્રમ્પના વરિષ્ઠ સલાહકારો જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફે મંગળવારે જીનીવામાં ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે સળંગ 3 કલાક સુધી મેરેથોન બેઠક યોજી હતી. જોકે, બંને પક્ષો વચ્ચે વાટાઘાટોમાં આંશિક પ્રગતિ થઈ હોવા છતાં, હજુ પણ મોટા અને ગંભીર મતભેદો યથાવત છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે (JD Vance) એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિપૂર્ણ ઉકેલ અને સોદો ચોક્કસ ઈચ્છે છે, પરંતુ તેમણે કેટલીક 'રેડ લાઈન્સ' (કડક શરતો) નક્કી કરી છે. ઈરાન આ મર્યાદાઓ પર ક્યારેય વાટાઘાટો કરવા તૈયાર નહીં થાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો ઈરાન આ શરતો નહીં માને, તો ટ્રમ્પ પાસે મિલિટરી એક્શન સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં.

અમેરિકા અને ઈઝરાયલનું સંયુક્ત ઓપરેશન

અહેવાલો દાવો કરે છે કે જો વાટાઘાટો પડી ભાંગશે, તો અમેરિકા અને ઈઝરાયલ સંયુક્ત રીતે ઈરાન વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. આ લશ્કરી ઓપરેશન કોઈ એકાદ બે દિવસનું નહીં, પરંતુ સળંગ અનેક અઠવાડિયાઓ સુધી ચાલી શકે છે. અગાઉ અમેરિકાએ ઈરાનની કેટલીક ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ પર ચોક્કસ સ્ટ્રાઈક કરી હતી, પરંતુ આ વખતનો હુમલો ઈરાન સરકારના અસ્તિત્વ અને સમગ્ર મધ્ય પૂર્વની શાંતિ માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. આ સંભવિત લશ્કરી હસ્તક્ષેપ અંગે અમેરિકન કોંગ્રેસ કે જનતા વચ્ચે હજુ સુધી કોઈ મોટી જાહેર ચર્ચા પણ થઈ નથી, જે દર્શાવે છે કે આ નિર્ણય અત્યંત ગુપ્ત રીતે લેવાઈ રહ્યો છે.

આગામી થોડા અઠવાડિયામાં હુમલાની 90% શક્યતા

મધ્ય પૂર્વમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં નૌકાદળ અને વાયુસેનાની આક્રમક હાજરી જોતા નિષ્ણાતો માને છે કે બીજું મોટું યુદ્ધ હવે અનિવાર્ય બની ગયું છે. અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે સંકેત આપ્યા છે કે હુમલાની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે. તો બીજી તરફ, રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક નજીકના સલાહકારે નામ ન આપવાની શરતે અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે કે, "મને લાગે છે કે આગામી થોડા જ અઠવાડિયામાં ઈરાન વિરુદ્ધ ભયંકર લશ્કરી કાર્યવાહી થવાની 90 ટકા શક્યતાઓ રહેલી છે."

Frequently Asked Questions

ઈરાન સાથે પરમાણુ કરાર મુદ્દે શું ચર્ચા ચાલી રહી છે?

જીનીવામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર મુદ્દે વાટાઘાટો ચાલી રહી છે. જોકે, બંને પક્ષો વચ્ચે હજુ પણ મોટા મતભેદો યથાવત છે.

અમેરિકા ઈરાન પર લશ્કરી હુમલાની તૈયારી શા માટે કરી રહ્યું છે?

જો પરમાણુ ડીલ નિષ્ફળ જશે, તો અમેરિકા ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો લશ્કરી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે અમેરિકાએ જંગી લશ્કરી કાફલો ઈરાનની સરહદો નજીક તૈનાત કર્યો છે.

જીનીવા વાટાઘાટોમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કોણ કરી રહ્યું છે?

અમેરિકાના વરિષ્ઠ સલાહકારો જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ જીનીવામાં ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે વાટાઘાટો કરી રહ્યા છે.

જો વાટાઘાટો નિષ્ફળ જાય તો શું થશે?

જો વાટાઘાટો નિષ્ફળ જશે, તો અમેરિકા અને ઈઝરાયલ સંયુક્ત રીતે ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરી શકે છે. આ હુમલો અનેક અઠવાડિયા સુધી ચાલી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget