શોધખોળ કરો
Advertisement
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચાલશે મહાભિયોગ, સંસદના નીચલા ગૃહમાં પ્રસ્તાવ પાસ
ટ્રમ્પ પર પોતાના પદનો દુરપયોગ કરવાનો આરોપ છે, તેમના પર આરોપ છે કે તે પદ પર રહીને યુક્રેનના રાષ્ટ્રપતિને બે ડેમોક્રેટ નેતાઓની વિરુદ્ધ તપાસ માટે દબાણ કર્યુ છે
વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ ચલાવવામાં આવશે. અમેરિકન સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં મતદાન બાદ પ્રસ્તાવ પાસ થઇ ગયો છે.
સમચાર એજન્સી અનુસાર, વૉટિંગ દરમિયાન ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાના પ્રસ્તાવને બહુમતી મળી ચૂકી છે. આ પહેલા અમેરિકન કોગ્રેસમાં (અમેરિકન સંસદ) ટ્રમ્પના મહાભિયોગ પ્રસ્તાવ પર લાંબી ચર્ચા ચાલી હતી. ટ્રમ્પ પર આરોપ છે કે તેમને સત્તાનો દુરપયોગ કર્યો છે.
સીનેટમાં રિપબ્લિકન પાર્ટીને બહુમતી છે અને ત્યાં દેશના 45માં રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટે મતદાન થવાની સંભાવના નથી લાગતી. વળી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હાઉસ સ્પીકર નૈન્સી પેલોસી અને વિપક્ષી ડેમોક્રેટિક પર તખ્તાપલટની કોશિશ કરીને અમેરિકન લોકતંત્રને નષ્ટ કરવા ઇચ્છે છે.
શું છે ટ્રમ્પ પર આરોપ
ટ્રમ્પ પર પોતાના પદનો દુરપયોગ કરવાનો આરોપ છે, તેમના પર આરોપ છે કે તે પદ પર રહીને યુક્રેનના રાષ્ટ્રપતિને બે ડેમોક્રેટ નેતાઓની વિરુદ્ધ તપાસ માટે દબાણ કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion