'મે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું', ટ્રમ્પે ફરી કર્યો દાવો, કહ્યુ- 'મોદી શાનદાર વ્યક્તિ'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હતું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હતું. ટ્રમ્પે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાથી જ આ દાવાને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત કોઈની મધ્યસ્થી સ્વીકારશે નહી અને ક્યારેય મધ્યસ્થી કરશે નહી.
"I stopped the war between Pakistan and India": Trump again makes claim of brokering peace
— ANI Digital (@ani_digital) June 18, 2025
Read @ANI Story l https://t.co/gTBcrytbC5#DonaldTrump #India #Pakistan #Ceasefire pic.twitter.com/2mvle4RltZ
મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકાવ્યું હતું. હું પાકિસ્તાનને પ્રેમ કરું છું. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી એક શાનદાર વ્યક્તિ છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ ભારત સાથે વેપાર કરાર પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે પીએમ મોદી સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છીએ, પરંતુ તે પહેલાં મેં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકાવ્યું હતુ.
ટ્રમ્પે કહ્યું હતું કે પીએમ મોદી અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર બંને આ યુદ્ધ રોકવામાં ખૂબ પ્રભાવશાળી રહ્યા હતા. બંને દેશો પરમાણુ શક્તિઓ છે અને એકબીજા સાથે ટકરાવવાના હતા, પરંતુ મેં દરમિયાનગીરી કરી અને યુદ્ધ અટકાવ્યું હતું. હજુ સુધી કોઈએ આ અંગે સમાચાર લખ્યા નથી.
પીએમ મોદી અને ટ્રમ્પે 35 મિનિટ સુધી વાત કરી
અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગ્રહ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે 35 મિનિટ સુધી ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર પર ભારત-પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે બનેલી ઘટનાઓની વિગતવાર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટપણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત-અમેરિકા બિઝનેસ ડિલ અથવા યુદ્ધવિરામ પર પહોંચવા માટે અમેરિકા દ્વારા મધ્યસ્થી જેવા વિષયો પર ક્યારેય કોઈ પણ સ્તરે વાત થઈ નથી. આ વાતચીતમાં પીએમ મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ કર્યું કે ભારતે ક્યારેય ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી અને સ્વીકારશે પણ નહીં. પીએમ મોદીએ કહ્યું કે ભારત આ મુદ્દા પર રાજકીય રીતે સંપૂર્ણપણે એકમત છે.





















