શોધખોળ કરો
Advertisement
મહેસાણાનો યુવાન અમેરિકામાં સાંસદ બન્યો, પિતાને હતી મોદી સાથે મિત્રતા, જાણો વિગત
અમિત જાની બાઇડેનની ટીમમાં પોલિટિકલ કેમ્પેનર હતા. અમિત સાઉથ એશિયન કમ્યુનિટીના લોકોને તેમના પક્ષમાં કરવામાં સારી કુશળતા ધરાવે છે.
મહેસાણા: વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અને સૌથી જૂના લોકતંત્ર અમેરિકામાં લાંબી પ્રક્રિયા બાદ રાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી થઈ છે. અમેરિકાને જો બાઇડેનના રૂપમાં 46માં રાષ્ટ્રપતિ મળ્યા છે અને સાથે ઇતિહાસમાં પ્રથમ વખત એક મહિલા ઉપરાષ્ટ્રપતિ મળ્યા છે. અમેરિકાના મહિલા ઉપરાષ્ટ્રપતિ ભારતીય મૂળના છે. બાઇડેનની ટીમમાં ભારતીય મૂળના લોકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે તેમ માનવામાં આવે છે.
આ દરમિયાન બાઇડેન પક્ષ તરથી મહેસાણાના મૂળ વતની સાસંદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અમિત જાની અમેરિકામાં સાંસદ બન્યા છે. તેમના પિતા સુરેશ જાની મહેસાણા નગરપાલિકામાં ભાજપના કાર્યકર હતા. અમિત જાનીના પિતાની ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની એક તસવીર પણ હાલ સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે.
અમિત જાની બાઇડેનની ટીમમાં પોલિટિકલ કેમ્પેનર હતા. અમિત સાઉથ એશિયન કમ્યુનિટીના લોકોને તેમના પક્ષમાં કરવામાં સારી કુશળતા ધરાવે છે. તે અમેરિકામાં વોટના ધ્રુવીકરણ કરાવવામાં એક્સપર્ટ છે. અમિત જાની ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થક છે.
(અમિત જાનીના પિતા સુરેશ જાનીની પીએમ મોદી સાથેની ફાઇલ તસવીર)
મોદી 2017માં અમેરિકા પ્રવાસે ગયા ત્યારે અમિત જાનીએ તેમની સાથે મુલાકાત કરી હતી. તેના પિતા અમેરિકમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના ફાઉન્ડર પૈકીના એક હતા. એક અહેવાલ મુજબ અમિત જાનીના પિતા સુરેશ જાનીનું અવસાન થયું છે. તેઓ અને પ્રધાનમંત્રી મોદી એક જ ગામના હતા અને આરએસએસની શાખામાં મળ્યા હતા. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં એક તસવીર બતાવવામાં આવી છે, જમાં 1990ના દાયકમાં મોદી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે સુરેશ જાની મળ્યા હતા.
(જો બાઇડેન સાથે અમિત જાનીની ફાઇલ તસવીર)
અમિત જાનીએ 2014માં રેડિફને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, મારી માતા દીપ્તિ જાનીને મોદી એટલા ગમ્યા હતા કે જ્યારે તેઓ વિદાય લેતા હતા ત્યારે તેમણે તેમને આશીર્વાદ આપ્યા હતા અને આગાહી કરી હતી કે એક દિવસ તે મહાન માણસ બનશે. તેમણે મોદીને શુકનના 51 ડોલર આપ્યા હતા. લગભગ આઠ વર્ષ પછી, જ્યારે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેવાની તૈયારીમાં હતા ત્યારે મોદીએ મને ફોન કરીને મારી માતા સાથે વાત કરાવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તે હજી શુકન અને તેના આશીર્વાદને યાદ કરે છે. જે પછી મારી માતાએ તેમને કહ્યું ‘તમે મોટા માણસ બનશો’.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion