શોધખોળ કરો
Advertisement
વિપક્ષની આલોચના બાદ ટ્રમ્પે પહેર્યુ માસ્ક, ખુદને ગણાવ્યા સૌથી મોટા દેશભક્ત
અમેરિકામાં કોરોનોનું સંક્રમણ અટકાવવા યૂએસ સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (સીડીસી)એ ત્રણ મહિના પહેલા જ સાર્વજનિક રીતે માસ્ક પહેરવા કહ્યું હતું. પરંતુ તેમ છતાં ટ્રમ્પ માસ્ક પહેરવાનો વિરોધ કરતા હતા.
વોશિંગ્ટનઃ કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિ ક્યારેય માસ્ક પહેરીને જોવા મળ્યા નહોતા. પરંતુ હવે તેમણે માસ્ક પહેરેલી તસવીર ટ્વિટર પર શેર કરી છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે માસ્કવાળી તસવીર શેર કરીને લખ્યું, "કોરોના મહામારીના સમયમાં માસ્ક પહેરવું દેશભક્તિનો સૌથી મોટો પુરાવો છે. ખુદની પ્રશંસા કરતાં ટ્રમ્પે કહ્યું, આ મામલે મારાથી મોટો દેશભક્ત કોઈ ન હોઈ શકે. હું અમેરિકાવાસીઓને લોકપ્રિય રાષ્ટ્રતિ છું અને માસ્ક પહેરીને મારી જવાબદારી પૂરી કરી રહ્યો છું."
ટ્રમ્પ પાર્ટીના દબાણમાં આવીને માસ્ક પહેરવા સહમત થયા હતા. માસ્કનો વિરોધ કરવાના કારણે તેઓ અનેક વખત સમાચારમાં રહ્યા છે. આ ઉપરાંત વિપક્ષ તથા નિષ્ણાતોની આલોચનાનો શિકાર બન્યા હતા. તેમ છતાં માસ્ક ન પહેર્યુ અને તેનો વિરોધ કર્યો. ચૂંટણી રેલીમાં પણ તેમણે અને તેમના સમર્થકોએ માસ્ક નહોતું પહેર્યું. જેને લઈ વિપક્ષે નિંદા કરી હતી.
અમેરિકામાં કોરોનોનું સંક્રમણ અટકાવવા યૂએસ સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (સીડીસી)એ ત્રણ મહિના પહેલા જ સાર્વજનિક રીતે માસ્ક પહેરવા કહ્યું હતું. પરંતુ તેમ છતાં ટ્રમ્પ માસ્ક પહેરવાનો વિરોધ કરતા હતા.
વર્લ્ડોમીટર મુજબ, અમેરિકા કોરોનાના સૌથી વધારે પ્રભાવિત દેશોના લિસ્ટમાં ટોચ પર છે. અત્યાર સુધીમાં અહીંયા 38,96,855 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે અને 1,43,269 લોકોના મોત તયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 63 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં સતત 14માં દિવસે 50 હજારથી વધારે મામલા નોંધાયા છે. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે જો જરૂરી પગલાં નહીં ભરવામાં આવે તો દેશમાં જલદી એક દિવસમાં એક લાખથી વધારે મામલા આવી શકે છે.
નતાશાના હાથમાં હાથ નાંખી પાર્કમાં ફરતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, તસવીર શેર કરી કહ્યું- 'ખુશીઓ તરફ જતાં'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દેશ
દેશ
Advertisement