શોધખોળ કરો
Advertisement
અમેરિકાએ ચીનને આપ્યો મોટો ઝાટકો, સીસીપી અધિકારીઓના વીઝા પર લગાવ્યો પ્રતિબંધ
પોમ્પિઓએ કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોંગકોંગની સ્વતંત્રતાને દબાવનાર ચીનના અધિકારીઓને સજા આપવાનું વચન આપ્યું હતું.
વોશિંગ્ટનઃ અમેરિકાએ શુક્રવારે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના અધિકારીઓ પર વીઝા પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકાએ આ અધિકારીઓ પર હોંગકોંગની સ્વાયતત્તા, માનવાધિકારો અને મૌલિક સ્વતંત્રતાનું હનન કરવાનો આરોપ લગાવ્યો છે. વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, તે રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પના આદેશને લાગુ કરી રહ્યા છે.
પોમ્પિઓએ કહ્યું કે, “આજે હું સીસીપીના હાલના અને પૂર્વ અધિકારીઓ પર વીઝા પ્રતિબંધની જાહેરાત કરું છું. તેમના વિશે કહેવાય છે કે તેમણે 1984 ચીન-બ્રિટેન સંયુક્ત ઘોષણા પત્રમાં ગેરેન્ટી આપવામાં આવેલ હોંગકોંગની ઉચ્ચસ્તરની સ્વાયતત્તાને દબાવવા અને માનવધિકારો અને મૌલિક અધિકારોનું હનન કર્યું અને આ કરવા પાછળ તેઓ સંડોવાયેલા છે.”
હોંગકોંગ વિવાદને લઈને થઈ કાર્રવાઈ
પોમ્પિઓએ કહ્યું કે, “અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોંગકોંગની સ્વતંત્રતાને દબાવનાર ચીનના અધિકારીઓને સજા આપવાનું વચન આપ્યું હતું. આજે અમે તેના પર કાર્રવાઈ કરી રહ્યા છે. અમે હોંગકોંગની સ્વાયતત્તા અને માનવાધિકારોને દબાવવા માટે જવાબદાર ચીનના અધિકારીઓ પર વીઝા સંબંધિત પ્રતિબંધ લગાવી રહ્યા છીએ.”
તેમણે કહ્યું કે, “આજે મારે મોસેજ એ છે કે અમે અમારા સ્વતંત્ર સમાજો, અમારી સમૃદ્ધિ અને અમારા ભવિષ્યને સુરક્ષિ રાખવાના હિતમાં ચીનના પડકાર વિરૂદ્ધ એટલાન્ટિકની બન્ને બાજુ જાગરૂકતાને ચાલુ રાખવા માટે મળીને કામ કરવું પડશે. આ સરળ નહીં હોય.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement