Coronavirus: કોરોના વાયરસ વધારી રહ્યો છે મૃત શિશુ પેદા થવાનો અને ગર્ભપાતનો ખતરોઃ રિસર્સ
Coronavirus Update: રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા વેરિયંટનો પ્રભાવ આશરે ચાર ગણો થઈ ગયો છે. સીડીસીનું આ રિસર્ચ માર્ચ, 2020 થી સપ્ટેમ્બર 2021 દરમિયાન 12 લાખથી વધુ ડિલિવરી પર આધારિત છે.
Covid-19 Update: કોરોનાના કેસ ભલે ઘટ્યા હોય પણ તેની અસર હજુ પણ જોવા મળી રહી છે. અમેરિકન સરકરાના એક મોટા રિસર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે મહિલાઓ કોવિડની ઝપેટમાં નથી આવી તેમની સરખાણમીએ કોરોનાથી સંક્રમિત થયેલી મહિલાઓને મૃત શિશુ જન્મવાનો કે ગર્ભપાતનું જોખમ વધારે છે. રિસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા વેરિયંટનો પ્રભાવ આ સમયગાળામાં ચાર ગણો થઈ ગયો છે. સેન્ટર્સ ફોસ ડિસીઝ એન્ડ પ્રિવેંશનના દ્વાર કરવામાં આવેલું રિસર્ચ માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2021 દરમિયાન 12 લાખથી વધુ ડિલિવરી પર આધારિત છે.
શું આવ્યું રિસર્ચમાં
રિસર્ચ પ્રમાણે, અત્યાર સુધી સ્ટિલબર્થ (ગર્ભપાત)ના મામલા દુર્લભ હતા. આ પ્રમાણ અત્યાર સુધી 0.65 ટકા હતું. કોવિડ સંક્રમિત માતાઓમાં ડેલ્ટા વેરિયંટની પહેલા સ્ટિલબર્થ 1.47 ગણુ સામાન્ય હતું, પરંતુ ડેલ્ટા વેરિયંટ બાદ આ પ્રમાણ વધીને 4.04 ગણુ વધારે અને સમગ્ર રીતે 1.90 ગણું વધારે હતું. રિસર્ચ મુજબ, આમ થવાનું સંભવિત જૈવિક કારણ ગર્ભનાળમાં સોજો કે રક્ત પ્રવાહમાં ઘટાડો હોઈ શકે છે.
કોરોના અને ગર્ભપાતને મજબૂત સંબંધ
રિસર્ચ પ્રમાણે, કોવિડ-19 સ્ટિલબર્થના જોખમ પર માતૃ જટિલતાઓની ભૂમિકાની તપાસ માટે વધારે રિસર્ચની જરૂરિયાત છે. કોવિડ અને સ્ટિલબર્થને મજબૂત સંબંધ છે. આ સંબંધથી સ્પષ્ટ છે કે વર્તમાન વિશ્લેષણમાં ડેટાનું એક વધારાનું વર્ષ સામેલ કરાયું છે. પૂરાવાને જોતા સ્પષ્ટ છે કે કોવિડ-19 સ્ટિલબર્થ માટે વધેલું એક મહત્વનું જોખમ છે.