શોધખોળ કરો
Advertisement
આ દેશના પ્રમુખની મહિલાઓને અપીલ, કહ્યું- દેશને આગળ લઇ જવા માટે મહિલાઓ 6-6 બાળકો પેદા કરે.......
રાષ્ટ્રપતિની આ ટિપ્પણીના દરેક જગ્યાએ નિંદા પણ થઇ રહી છે. વેનેઝૂએલાના લોકો અને માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવુ છે કે દેશમાં પહેલાથી જ ખોરાક, કપડા અને સ્વાસ્થ્યને લઇને સંકટ પેદા થઇ ચૂક્યા છે
નવી દિલ્હીઃ ભયાનક આર્થિક સંકટ અને મોંઘવારી સામે ઝઝૂમી રહેલા વેનેઝૂએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પોતાના વિચિત્ર નિવેદનને લઇેન ચર્ચામાં આવ્યા છે. નિકોલસ માદુરોએ પોતાના દેશની મહિલાઓને અપીલ કરી છે કે, જો દેશને આગળ લઇ જવો હોય તો મહિલાઓએ 6-6 બાળકો પેદા કરવા પડશે.
માદુરઓ મહિલાએને કહ્યું કે ઓછામાં ઓછા 6 બાળકો પેદા કરો, જેનાથી વેનેઝૂએલાની અર્થવ્યવસ્થા મજબૂત બનશે. ખરેખર, આર્થિક સંકટના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી લાખો લોકો દેશ છોડીને બહાર નીકળી રહ્યાં છે, એટલા માટે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ મહિલાઓને દેશને મજબૂત બનાવવા અપીલ કરી છે.
રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ટેલિવિઝન પર પ્રસારિત એક કાર્યક્રમમાં સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા બર્થ પ્રૉગ્રામનો પ્રચાર કરી રહ્યાં હતા.
કાર્યક્રમમાં નિકોલસે એક મહિલાને કહ્યું કે, ઉપરવાળો તમને દેશ માટે છ છોકરા અને છોકરીએ પેદા કરવાના આર્શીવાદ આપી દે. દરેક મહિલાએ છ-છ બાળકો પેદા થાય ત્યાં સુધી જન્મ આપતા રહેવુ જોઇએ, આપણી માતૃભુમિને વધારવા માટે.
જોકે, રાષ્ટ્રપતિની આ ટિપ્પણીના દરેક જગ્યાએ નિંદા પણ થઇ રહી છે. વેનેઝૂએલાના લોકો અને માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવુ છે કે દેશમાં પહેલાથી જ ખોરાક, કપડા અને સ્વાસ્થ્યને લઇને સંકટ પેદા થઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement