લગ્નમાં ડાન્સ કરતાં-કરતાં દુલ્હન ચઢી ગઇ વરરાજાની પીઠ પર ને પછી થયુ એવુ કે બધા મહેમાનો ચોંક્યા ......... જુઓ વીડિયો
10 સેકન્ડની ક્લિપને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ 'surprizhikayeler' એ "પોતાના ડાન્સ પાર્ટનરને ટેગ કરો" કેપ્શનની સાથે અપલૉડ કરી છે.
નવી દિલ્હીઃ દરેક કપલ પોતાના લગ્નના દિવસને (Wedding viral video) ખાસ બનાવવા માટે પ્રયાસ કરતુ હોય છે. ઘણીવાર આવી કોશિશોથી ઉલટુ ચિત્ર પણ છપાઇ જતુ હોય છે. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દુલ્હા-દુલ્હને પોતાની રિસેપ્શન પાર્ટીમાં પોતાની એન્ટ્રીને ખાસ બનાવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનુ બધુ પ્લાનિંગ ચોપટ થઇ ગયુ હતુ. કેમ કે આ દરમિયાન કપલ એક ભયાનક દૂર્ઘટનાનો શિકાર બની ગયુ હતુ. લોકો સમજી ન હતા શકતા કે આ શું થઇ રહ્યું છે. વીડિયોને ઇન્ટરનેટ પર હાલમાં ખુબ લોકો વ્યૂઝ, કૉમેન્ટ અને લાઇક્સ આપી રહ્યાં છે. જુઓ આ ફની વીડિયો.......
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઇએ તો, વીડિયોની શરૂઆત તે બન્નેની સાથે થાય છે, જે પોતાના પહેલા ડાન્સ માટે કાંગારુ જેવા મૂવ્સની સાથે સૌથી વિચિત્ર ડાન્સ સ્ટાઇલમાં એન્ટ્રી કરે છે. તે બન્ને હાથ પકડે છે અને સ્ટેજની પાછળ ગુલાબી પડદા દ્વારા સ્ટેજ પર કુદે છે. આગળ શું થાય છે તે ખુબ એપિક છે. દુલ્હન દુલ્હાની ચારેય બાજુ ફરે છે, જેથી તે તેની પીઠ પર ચઢી શકે.
આ દરમિયાન કુદકો મારીને દુલ્હાની પીઠ પર ચઢી જાય છે, અને દુલ્હો ડાન્સ કરતો રહે છે. આ સમયે દુલ્હો પોતાનુ સંતુલન ગુમાવી દે છે અને કપલ આખુ ફ્લૉર પર નીચે પડી જાય છે. આનાથી બધા ચોંકી જાય છે, જોકે, બાદમાં દુલ્હન તરતજ ઉઠીને ફરીથી ડાન્સ મૂવ્સ કરવા લાગે છે.
10 સેકન્ડની ક્લિપને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ 'surprizhikayeler' એ "પોતાના ડાન્સ પાર્ટનરને ટેગ કરો" કેપ્શનની સાથે અપલૉડ કરી છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, લોકો વીડિયો જોઇને ખુબ હંસી રહ્યાં છે. આ વીડિયોને હજારોમાં લાઇક્સ અને વ્યૂઝ મળી ચૂક્યા છે.