UKRAINE : હથિયાર ઉપાડવાની સાથે આ રીતે પણ યુક્રેનના નાગરિકો યુક્રેની સેનાની મદદ કરી રહ્યાં છે, જુઓ વિડીયો
RUSSIA UKRAINE WAR : યુક્રેનમાં નાગરિકોને યુદ્ધમાં સામેલ થવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. નાગરિકોને હથિયારો ચલાવવાની તાલીમ પણ આપવામાં આવી હતી.
RUSSIA UKRAINE WAR : રશિયા અને યુકેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને 9 દિવસ થઇ ગયા છે. રશિયાએ યુક્રેનના મોટા શહેરો પર મિસાઈલ હુમલાઓ કર્યા છે અને સાથે જ સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો કર્યો છે. રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનની સેનાએ રશિયન સેનાએને જડબાતોડ જવાબ આપી રહી છે. આ સાથે યુક્રેનના નાગરિકો પણ યુક્રેની સેનાની મદદ કરી રહ્યાં છે. યુક્રેનમાં નાગરિકોને યુદ્ધમાં સામેલ થવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. નાગરિકોને હથિયારો ચલાવવાની તાલીમ પણ આપવામાં આવી હતી. યુદ્ધમાં હથિયાર ઉઠાવવાની સાથે અન્ય રીતે પણ યુક્રેનના નાગરિકો યુક્રેની સેનાએની મદદ કરી રહ્યાં છે.
યુક્રેની સેના માટે બનાવી યુદ્ધમાં વપરાતી જાળી
યુક્રેનના નાગરિકોએ જુના કપડાં કાપીને તેમાંથી પટ્ટીઓ બનાવીને યુક્રેની સેના માટે યુદ્ધમાં વપરાતી જાળી બનાવી રહ્યાં છે. આ અંગેનો એક વિડીયો પણ વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાય યુવાનો-યુવતીઓ જાળી ગુંથી રહ્યાં છે, તો કેટલાક સિનિયર સીટીઝન જુના કપડાંઓને કાપીને તેમાંથી જાળી બનાવવા માટે પટ્ટીઓ તૈયાર કરી રહ્યાં છે. યુક્રેનના એક સિનિયર પત્રકારે આ વિડીયો જાહેર કર્યો છે. જુઓ આ વિડીયો -
Today: volunteers making camouflage netting for soldiers. Apart from the brave service of Ukraine’s soldiers, civilians across the country are doing whatever they can to help in their nation’s defense. pic.twitter.com/kxDtXWl9ZS
— Nolan Peterson (@nolanwpeterson) March 3, 2022
યુક્રેનને તેની દરિયાઈ સરહદથી સંપૂર્ણપણે અલગ કરવાના પ્રયાસમાં રશિયન દળોએ મુખ્ય યુક્રેનિયન બંદર પર કબજો મેળવ્યો છે અને અન્ય બંદરો પણ કબજમાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.યુક્રેને તેના નાગરિકોને આક્રમણકારો સામે ગેરિલા યુદ્ધ ચલાવવા માટે હાકલ કરી છે. યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટના સ્થળ એનર્હોદરના મેયરે જણાવ્યું હતું કે યુક્રેનિયન દળો શહેરની બહારના ભાગમાં રશિયન દળો સામે લડી રહ્યા હતા. દિમિત્રી ઓર્લોવે રહેવાસીઓને તેમના ઘર ન છોડવા વિનંતી કરી.