શોધખોળ કરો
મોદી માટે નહીં ખોલીએ એરસ્પેસ, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાન પીએમ મોદી માટે તેની એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા દે. આ અંગે ભારતીય એમ્બેસીને પણ જાણ કરી દીધી છે.

લાહોરઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાને તેની એરસ્પેસ ખોલવાનો ઈનકાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાન પીએમ મોદી માટે તેની એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા દે. આ અંગે ભારતીય એમ્બેસીને પણ જાણ કરી દીધી છે. અમે મોદીના પ્લેનના ઉડાન માટે અમારી એરસ્પેસના ઉપયોગની મંજૂરી નહીં આપીએ. પીએમ મોદી અમેરિકા પ્રવાસ માટે પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવાના હતા. મોદી 21થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકા પ્રવાસ પર રહેશે. તેઓ 21 સપ્ટેમ્બરે ભારતથી અમેરિકા માટે ઉડાન ભરવાના છે. ચાલુ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પણ એરસ્પેસ ખોલવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાનના આ પગલાને લઈ ભારતે નારાજગી વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમે પાકિસ્તાન સરકાર તરફથી વીવીઆઈપી વિશેષ ઉડાન માટે ઓવરફ્લાઇટ ક્લીયરન્સના ન આપવા બદલ નારાજગી વ્યક્ત કરીએ છીએ. INDvSA: ડી કોકે ફિફ્ટી ફટકારતાં જ બનાવી દીધો મોટો રેકોર્ડ, જાણો વિગત અમરેલીઃ જાફરાબાદમાં સતત ત્રીજા દિવસે પડ્યો વરસાદ, રાજુલામાં પણ મેઘમહેરPakistan Foreign Minister Shah Mehmood Qureshi: We have conveyed to the Indian High Commission that we will not allow use of our air space for Prime Minister Narendra Modi's flight. pic.twitter.com/dfZLpg5O66
— ANI (@ANI) September 18, 2019
વધુ વાંચો





















