શોધખોળ કરો

તુર્કીમાં ભૂકંપ અમેરિકાનું જ ષડયંત્ર? આ ટેક્નિકથી યુદ્ધ વગર મચી શકે છે હાહાકાર!!!

તેણે જ તેની હવામાન ટેક્નિકનો ઉપયોગ કરી તુર્કીમાં વિનાશ સર્જ્યો હતો. અમેરિકન સંશોધન કેન્દ્ર HAARP (હાઈ ફ્રિકવન્સી એક્ટિવ ઓરોરલ રિસર્ચ પ્રોગ્રામ)ને દોષી ઠેરવવામાં આવી રહ્યું છે.

Weather Modification in America : તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 23 હજારને વટાવી ગયો છે. પરંતુ આ દરમિયાન એક નવો વિવાદ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકાના ષડયંત્રના કારણે ભૂકંપ આવ્યો છે. તેણે જ તેની હવામાન ટેક્નિકનો ઉપયોગ કરી તુર્કીમાં વિનાશ સર્જ્યો હતો. અમેરિકન સંશોધન કેન્દ્ર HAARP (હાઈ ફ્રિકવન્સી એક્ટિવ ઓરોરલ રિસર્ચ પ્રોગ્રામ)ને દોષી ઠેરવવામાં આવી રહ્યું છે.

ટ્રોલ્સ તેની સાથે વીડિયો પણ પોસ્ટ કરી રહ્યા છે, જેમાં ભૂકંપ દરમિયાન વીજળી પડી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભૂકંપમાં વીજળી પડવી એ સામાન્ય ઘટના નથી. અમેરિકાએ આ કૃત્રિમ રીતે કર્યું જેથી તુર્કીને સજા થઈ શકે. પણ સજા શા માટે? તે એટલા માટે કારણ કે તુર્કીએ પશ્ચિમી દેશો દ્વારા ચિંધેલા માર્ગ પર ચાલવાનો ઇનકાર કર્યો હતો. આવા તમામ આરોપો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પશ્ચિમ પર લગાવવામાં આવી રહ્યા છે. HAARP ઘેરાબંધી કરવામાં આવી છે.

હાર્પ શું છે?

તે અલાસ્કામાં એક વેધશાળામાં સ્થિત એક અમેરિકન પ્રોજેક્ટ છે જે રેડિયો ટ્રાન્સમીટરની મદદથી ઉપરના વાતાવરણ (આયોનોસ્ફિયર)નો અભ્યાસ કરે છે. વર્ષ 2022માં તેના હવામાન પર ઘણા મોટા પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેણે ક્યારેય કહ્યું નથી કે તેમાં ભૂકંપ લાવવાની પણ ક્ષમતા છે. અગાઉ પણ, HAARP કુદરતી આફતો અંગે શંકાના દાયરામાં રહી હતી. આ સંશોધન સંસ્થાને ઘણા દેશોમાં ભૂકંપ, સુનામી અને ભૂસ્ખલન માટે જવાબદાર ઠેરવવામાં આવી હતી.

આવા ષડયંત્રની થિયરી લાંબા સમયથી સાંભળવા મળે છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા દેશો હવામાનને નિયંત્રિત કરી અન્ય દેશો પર હુમલો કરશે. આ હુમલો હથિયારો કે પરમાણુ બોમ્બથી નહીં, પણ કુદરતી લાગશે. જેમ કે વરસાદને નિયંત્રણમાં લઈ એક દેશ તેના દુશ્મન દેશમાં દુષ્કાળની સ્થિતિ સર્જે. અથવા પૂર લાવે.  જેથી ભારે તારાજી મચી શકે. ભૂકંપ કે સુનામી લાવવાની ક્ષમતા પણ આ શ્રેણીમાં રહેલી છે.

આ હુમલાને હવામાન યુદ્ધ કહેવાય

આ ટેક્નોલોજી દુશ્મન દેશમાં ખતરનાક વાયરસ અથવા બેક્ટેરિયા મોકલવા જેવું છે. હવામાનને અંકુશમાં લેવાના પ્રયાસો સૌપ્રથમ કોણે શરૂ કર્યા તે અંગે વિવાદ ચાલી રહ્યો છે. રશિયા અમેરિકાને દોષ આપે છે અને અમેરિકા રશિયાને દોષ આપે છે. જો કે, મોટાભાગના દેશો અમેરિકાને જ તેના માટે જવાબદાર ઠેરવે છે. ઓગસ્ટ 1953માં અમેરિકાએ હવામાન નિયંત્રણ પર રાષ્ટ્રપતિની સલાહકાર સમિતિની રચના કરી હતી. કમિટી એ સમજવા માંગતી હતી કે, હવામાનમાં ફેરફાર કેવી રીતે કરી શકાય જેથી તેનો ઉપયોગ દેશના હિતમાં થઈ શકે.

શરૂઆતમાં કોઈ પડદો નહોતો

પચાસના દાયકામાં આ અંગે ખુલ્લી વાતો થતી હતી. સ્પષ્ટ હવામાનમાં ધૂળના તોફાનો કેવી રીતે લાવી શકાય અથવા બરફ પીગળીને પૂર કેવી રીતે લાવી શકાય તે બતાવવા માટે નાના પાયે પ્રયોગોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકા માત્ર આ શક્તિની બડાઈ મારતું હતું કે, ત્યારે જ રશિયા (તત્કાલીન સોવિયેત સંઘ) પણ મેદાનમાં ઉતર્યું. તેના વૈજ્ઞાનિકોએ પેસિફિક મહાસાગરના પાણીનું તાપમાન વધારવા અથવા ઘટાડવાનો ડેમો આપ્યો. યાર બાદ અમેરિકા અને રશિયા એકબીજા સાથે લડવા લાગ્યા.

વિયેતનામે અમેરિકા પર લગાવ્યો આરોપ 

ક્લાઉડ સીડિંગનો ઉપયોગ અમેરિકા દ્વારા વિયેતનામ યુદ્ધ દરમિયાન ચોમાસાને વધારવા માટે કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. જેના કારણે વિયેતનામી સૈન્યની સપ્લાય ચેઈન બગડી ગઈ હતી કારણ કે વધુ પડતા વરસાદને કારણે જમીન દલદલ બની ગઈ હતી. જો કે, કોઈ પુરાવા મળી શક્યા નથી કે તે અમેરિકન યુક્તિ હતી કે કુદરતી આફત.

યુએનએ ઘણા સમય પહેલા જ આપી હતી ચેતવણી 

દેશો એકબીજા સામે હવામાનમાં ફેરફાર કરવાની ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે, જેના પર સંયુક્ત રાષ્ટ્રને ઘણા સમય પહેલા એલર્ટ કરવામાં આવ્યું હતું. ઑક્ટોબર 1987માં જ યુએનએ ENMOD (પ્રોહિબિશન ઑફ મિલિટરી અથવા એની અન્ય હોસ્ટાઈલ યુઝ ઑફ એન્વાયર્નમેન્ટલ મૉડિફિકેશન ટેકનિક)નો મુસદ્દો તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ દેશ હવામાન દ્વારા બીજા દેશને ખલેલ પહોંચાડી શકે નહીં.

ચેતવણીની અવગણના કરવામાં આવી રહી હોવા છતાં તેને નકારી શકાય નહીં. તાજેતરમાં અમેરિકાના આકાશમાં તોડી પાડવામાં આવેલ ચીની જાસૂસી બલૂન વિશે પણ કહેવામાં આવી રહ્યું છે કે તે જાસૂસ નથી પરંતુ હવામાન સાથે ચેડા કરવા માટે મોકલવામાં આવેળૂં બલૂન હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget