શોધખોળ કરો
Advertisement
કોરોનાને લઈને WHOની મોટી ચેતવણી, કહ્યું- બની શકે કે વાયરસ ક્યારેય ખત્મ જ ન થાય
મને નથી લાગતું કે કોઈપણ એ જણાવી શકે કે આ બીમારી ક્યારે ખત્મ થશે. કોરોના વાયરસને રોકવા માટે લાગેલ પ્રતિબંધ હટાવવા હાલમાં ઠીક નથી, કારણ કેસ કેસ હજુ પણ વધી રહ્યા છે.
નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કાર્યકારી ડિરેક્ટર ડો. માઈકલે જે રિયાને બુધવારે કહ્યું કે, એચઆઈવી સંક્રમણની જેમ જ કોરોના વાયરસ દુનિયામાં હંમેશા રહેનારો વાયરસ બની શકે છે. આ વાયરસ ક્યારેય પણ નહીં જાય. એક હેલ્થ ઇમર્જન્સીના કાર્યક્રમ દરમિયાન તેમણે મીડિયાને કહ્યું, ‘આ વાયરસ આપણા સમુદાયોમાં માત્ર એક અન્ય સ્થિર વાયરસ બની શકે છે અને બની શકે કે આ વાયરસ ક્યારેય પણ ખત્મ ન થાય. એચઆઈવી પણ હજુ સુધી ખત્મ નથી થયો.’
ડો. રિયાને કહ્યું કે, તે હાલમાં બીમારીઓની તુલના નથી કરી રહ્યા પરંતુ તેમને લાગે છે કે આપણે વ્યાવહારિક બનવું પડશે. તેમણે કહ્યું, ‘મને નથી લાગતું કે કોઈપણ એ જણાવી શકે કે આ બીમારી ક્યારે ખત્મ થશે. કોરોના વાયરસને રોકવા માટે લાગેલ પ્રતિબંધ હટાવવા હાલમાં ઠીક નથી, કારણ કેસ કેસ હજુ પણ વધી રહ્યા છે. જો પ્રતિબંધ હટશે તો વાયરસ મોટા પાયે ફેલાશે, માટે આગળ પણ લોકડાઉન વધારવાની સંભાવના છે.’
પ્રતિબંઘ હટશે, વાયરસ ફેલાશે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીએ કહ્યું, ‘તમે રોજ કોરોના સંક્રમિતોની સંખ્યાને ઓછામાં ઓછી રાખી શકો છો તો વાયરસને સમાજમાંથી સમુદાયમાંથી દૂર કરી શકો છો. ત્યારે તમારે લોકડાઉન ખોલવું જોઈએ. તેનાથી વાયરસના ફેલાવવાનું જોખમ ઓછું થઈ જશે. જો તમે આવી પરિસ્થિતિઓમાં લોકડાઉન અથવા પ્રતિબંધ હટાવો છો તો વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે.’
વેક્સીન પર શું કર્યું અધિકારીએ
કોવિડ-19ની વેક્સીનને લઈને તેમણે કહ્યું, ‘અમારો ટાર્ગેટ આ વાયરસને ખત્મ કરવાનો છે, પરંતુ તેના માટે વેક્સીન બનાવવી પડશે, જે ખૂબ જ પ્રભાવશાળી હશે. તેને આપણે બધાને સાથે મળીને બનાવવાની છે અને તેનો ઉપયોગ બધાએ કરવાનો છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement