શોધખોળ કરો

WHOએ લોન્ચ કરી મોબાઇલ એપ, તમાકુની લત છોડવા માંગતા લોકોને કરશે મદદ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંગળવારે એક મોબાઈલ એપ્લિકેશન ‘Quit Tobacco App’ લોન્ચ કરી છે જેનો હેતુ લોકોને તમાકુનું વ્યસન છોડવામાં મદદ કરવાનો છે.

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંગળવારે એક મોબાઈલ એપ્લિકેશન ‘Quit Tobacco App’ લોન્ચ કરી છે જેનો હેતુ લોકોને તમાકુનું વ્યસન છોડવામાં મદદ કરવાનો છે. એપ લોન્ચ કરતી વખતે ઓર્ગેનાઈઝેશન ફોર સાઉથ-ઈસ્ટ એશિયાના ડાયરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે તમાકુ દરેક સ્વરૂપમાં ઘાતક છે અને આ એપમાં કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે જે તમાકુને છોડવા માંગતા લોકોને મદદ કરશે.

તેમણે વધુમાં કહ્યું કે આ એપની મદદથી તમાકુનું સેવન કરતા લોકોને જાણકારી મળશે કે તમાકુ કેટલું જોખમી છે. એવા અનેક લોકો છે જે તમાકુ છોડવા માંગે છે પરંતુ તેમ કરી શકતા નથી. આવી સ્થિતિમાં  આ એપ તેમના માટે મદદરૂપ સાબિત થશે.

દર વર્ષે લગભગ 80 લાખ લોકો મૃત્યુ પામે છે

ડબલ્યૂએચઓ દ્દારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રથમ એપ છે જે યુઝર્સને  પોતાના લક્ષ્યો નક્કી કરવા, તમાકુની તડપને નિયંત્રિત કરવા અને તમાકુ છોડવાના તેમના નિર્ણયનું પાલન કરતા શીખવે છે. આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, એક અંદાજ મુજબ, તમાકુ વિશ્વમાં મૃત્યુ પાછળનું સૌથી મોટું કારણ છે. આ પ્રકારના મોતને ઇચ્છીએ તો રોકી શકાય છે. તમાકુના કારણે વિશ્વમાં  દર વર્ષે લગભગ 80 લાખ લોકો મૃત્યુ પામે છે.

તમાકુના કારણે દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં 1.6 મિલિયન લોકો મોતને ભેટ્યા છે. અહીં માત્ર તમાકુનું જ મોટા પ્રમાણમાં સેવન થતું નથી પરંતુ તે તેનો સૌથી મોટો ઉત્પાદક પણ છે. તમાકુના ઉપયોગ બિન-ચેપી રોગો અથવા બિન-સંચારી રોગો જેમ કે કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ, ફેફસાના કોઈપણ ક્રોનિક રોગ માટેનું મુખ્ય જોખમી પરિબળ છે. કોરોનાના સમયમાં તમાકુનું સેવન કરનારા સંક્રમિતોની સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા પણ છે.

ડબલ્યૂએચઓ ગ્લોબલ રિપોર્ટ ઓન ટ્રેડ્સ ઇન ટ્રેન્ડ્સ ઓફ ટોબેકો યુઝ 2000-2025 (ચોથી આવૃતિ,2021) અનુસાર ડબલ્યૂએચઓ દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં તમાકુના ઉપયોગમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે પરંતુ સૌથી વધુ 432 મિલિયન તમાકુનું સેવન કરનારાઓ અથવા 29 ટકા લોકોએ તમાકુનું સેવન કરવાનું ચાલુ રાખ્યું હતું.  આ પ્રદેશમાં વૈશ્વિક સ્તરે 355 મિલિયનમાંથી 266 મિલિયન સ્મોકલેસ તમાકુનું સેવન કરે છે. ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ/ઈ-સિગારેટ, શીશા/હુક્કા જેવા નવા અને ઉભરતા ઉત્પાદનોનો વધતો ઉપયોગ તમાકુ નિયંત્રણ માટે વધારાના પડકારો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget