શોધખોળ કરો
Advertisement
Coronavirus Update: દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 6.26 લાખ નવા કેસ, 10 હજાર લોકોના મોત
દુનિયામાં અત્યાર સુધી સાત કરોડ 20 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 2 કરોડ લોકો હજુ પણ સંક્રમિત છે,
નવી દિલ્હી: દુનિયામાં કોરોના મહામારીનો કહેર થમી નથી રહ્યો. આ વાયરસની ઝપેટમાં આવીને અત્યાર સુધી 16 લાખ 10 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે, પાંચ કરોડ લોકો આ ખતરનાક બિમારીને મ્હાત આપી ચૂક્યા છે. દુનિયામાં અત્યાર સુધી સાત કરોડ 20 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 2 કરોડ લોકો હજુ પણ સંક્રમિત છે, તેમની સારવાર ચાલી રહી છે.
દુનિયામાં છેલ્લા 24 કલાકમાં 6.26 લાખ નવા કેસ સામે આવ્યા છે અને 10,324 લોકોના મૃત્યુ થયા હતા. આ પહેલા 4 ડિસેમ્બરે સૌથી વધુ 6.94 લાખ કેસ અને 10 ડિસમ્બરે સૌથી વધુ 12,930 લોકોના મોત થયા હતા. કોરોના વાયરસની સૌથી વધુ અસર અમેરિકા, ભારત અને બ્રાઝીલમાં જોવા મળી છે. ગત દિવસે દુનિયાના સૌથી તાકાતવર દેશ અમેરિકામાં સૌથી વધુ મોત થયા છે. તેના બાદ મેક્સિકો, બ્રાઝિલ, ઈટાલી, રશિયા, યૂકે, પોલાન્ડ, ભારતમાં સૌથી વધુ મોત થયા છે.
કોરોના પ્રભાવિત ટોપ-10 દેશ
અમેરિકા : કેસ- 16,547,827, મોત- 305,081
ભારત: કેસ- 9,857,380, મોત- 143,055
બ્રાઝીલ: કેસ- 6,880,595, મોત- 181,143
રશિયા: કેસ- 2,625,848, મોત- 46,453
ફ્રાન્સ: કેસ- 2,365,319, મોત- 57,761
યુકે: કેસ- 1,830,956, મોત- 64,026
ઈટાલી: કેસ- 1,825,775, મોત- 64,036
ટર્કી: કેસ- 1,809,809, મોત- 16,199
સ્પેન: કેસ- 1,741,439, મોત- 47,624
આર્જેન્ટીના: કેસ- 1,494,602, મોત- 40,668
દુનિયાના 25 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે. તેમાં ઈટાલી, પેરુ, સાઉથ આફ્રિકા, ઈરાન, જર્મની, પોલાન્ડ અને ચિલી પણ સામેલ દુનિયાના 16 દેશોમાં 20 હજારથી વધુ કોરોનાના દર્દીઓના મોત થયા છે. તેમાંથી 11 એવા દેશ છે, જ્યા 40 હજારથી વધુ મોત થયા છે. 54 લોકોના મોત માત્ર 6 દેશોમાંથી થયા છે, તેમાં અમેરિકા, બ્રાઝીલ, ભારત, મેક્સિકો, બ્રિટેન અને ઈટાલી સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion