World Oceans Day 2021: શું છે આનુ મહત્વ અને કેમ મનાવાય છે વિશ્વ મહાસાગર દિવસ, જાણો.......
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે- મંગળવારે #WorldOceansDay છે. સ્થાનિક માછલી ઘરોથી લઇને પ્લાસ્ટિક પ્રદુષણને રોકવા સુધી અમે તમામમા #SaveOurOceanની ભૂમિકા નિભાવી છે. વળી, આ વર્ષની વિશ્વ મહાસાગર દિવસની થીમ 'ધ ઓશનઃ લાઇફ એન્ડ લાઇવલીહુડ' રાખવામાં આવી છે.
![World Oceans Day 2021: શું છે આનુ મહત્વ અને કેમ મનાવાય છે વિશ્વ મહાસાગર દિવસ, જાણો....... world oceans day 2021: what is its importance of its celebration World Oceans Day 2021: શું છે આનુ મહત્વ અને કેમ મનાવાય છે વિશ્વ મહાસાગર દિવસ, જાણો.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/08/db7eeaa48e62760621e505ff74d51473_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વિશ્વ મહાસાગર દિવસ 8 જૂને મનાવવામાં આવે છે, એટલા માટે સંયુક્ત રાષ્ટ્રે મહાસાગરોને બચાવવા માટે સ્થાયી પ્રયાસો દ્વારા પ્લાસ્ટિંક પ્રદુષણને રોકવાનુ આહવાન કર્યુ છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે- મંગળવારે #WorldOceansDay છે. સ્થાનિક માછલી ઘરોથી લઇને પ્લાસ્ટિક પ્રદુષણને રોકવા સુધી અમે તમામમા #SaveOurOceanની ભૂમિકા નિભાવી છે. વળી, આ વર્ષની વિશ્વ મહાસાગર દિવસની થીમ 'ધ ઓશનઃ લાઇફ એન્ડ લાઇવલીહુડ' રાખવામાં આવી છે.
આ સતત વિકાસ માટે મહાસાગર વિજ્ઞાનના સંયુક્ત રાષ્ટ્ર દશક આગેવાનીમાં વિશેષ રીતે પ્રાસંગિક છે, અને આ 2021 થી 2030 સુધી ચાલશે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, દશક થીમનો ઉદેશ્ય વૈજ્ઞાનિક અનુસંધાન અને નવીન ટેકનિકોને ડેવલપ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો છે, જે સમુદ્ર વિજ્ઞાનને આધુનિક સમાજની જરૂરિયાતો સાથે જોડવામાં સક્ષમ છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે પારિસ્થિતિક તંત્ર પ્રણાલીની હાજરીમાં સંયુક્ત રાષ્ટ્ર દશકે પારિસ્થિતિક તંત્રની સુરક્ષા અને હાજરી માટે આહવાન કર્યુ હતુ.
Tuesday is #WorldOceansDay.
— United Nations (@UN) June 8, 2021
From eating local, sustainably-sourced fish to stopping plastic pollution, we all have a role to play to #SaveOurOcean.
More from @FAO. ⬇️ https://t.co/wmZGFeZOZE pic.twitter.com/nV6imV4LK3
એકદમ ખાસ છે મહાસાગર
વિશ્વ મહાસાગર દિવસના પ્રસંગ પર સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે મહાસાગરોને ગ્રહના ફેફસા માનવામાં આવે છે, જે જીવમંડળનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને ભોજન અને દવાનો એક મુખ્ય સ્ત્રોત છે. આ દિવસને મનાવવાનો ઉદેશ્ય મહાસાગરો પર માનવીય કાર્યોના પ્રભાવ વિશે લોકોને સૂચિત કરવા અને શિક્ષિત કરવાનુ છે. દશક થીમનો ઉદેશ્ય વૈજ્ઞાનિક અનુસંધાન અને નવીન ટેકનિકોને ડેવલપ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો છે,
થીમના આયોજનમાં ગ્લૉબલની મુખ્ય ભૂમિકા
જાણકારી અનુસાર આ વર્ષની થીમનુ આયોજન બિનલાભકારી ઓશનિક ગ્લૉબલના સહયોગથી સંયુક્ત રાષ્ટ્રે કાનૂની મામલાના કાર્યાલયના પ્રભાગ અને સમુદ્રના કાનૂને કર્યુ છે, જે મહાસાગરોના ચમત્કારોને ઉજાગર કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)