રિપોર્ટ છે કે સોનુ સૂદ જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પોતાની 8 જેટલી પ્રૉપર્ટીને ગીરવે મુકી દીધી છે. પોતાનુ ઘર અને દુકાનો ગીરવે મુકીને એક્ટર ગરીબોની મદદ કરી રહ્યો છે. (ફાઇલ તસવીર)
3/8
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ ગરીબોની મદદ સતત કરી રહ્યો છે. મહામારીમાં લૉકડાઉન દરમિયાન હજારો મજૂરો અને ગરીબોને પોતાના ઘર સુધી પહોંચાડવામાં મદદ કર્યા બાદ હવે તેને આ મદદને સતત ચાલુ રાખી છે. જરૂરિયાતમંદોનો મસીહા બનેલા એક્ટર સોનુ સૂદ લઇને હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે એક્ટર ગરીબોને મદદ કરવા માટે પોતાની પ્રૉપર્ટીને ગીરવે મુકી રહ્યો છે. (ફાઇલ તસવીર)
4/8
દસ્તાવેજો અનુસાર સોનુ સૂદે 10 કરોડ રૂપિયાની લૉન પર 5 લાખ રજિસ્ટ્રેશન ફીની ચૂકવણી કરી છે. આ પ્રૉપર્ટી સોનુ સૂદની સાથે તેની પત્ની સોનાલીના નામ પર પણ છે, જેને બેન્કની પાસે ગીરવે રાખવામાં આવી છે. જોકે આ રિપોર્ટની જાણકારી સોનુ સૂદ તરફથી ક્યાંય નથી આપવામાં આવી. (ફાઇલ તસવીર)
5/8
વેબ પોર્ટલ મનીકન્ટ્રૉલની પાસે ઉપલબ્ધ રજિસ્ટ્રેશન ડૉક્યૂમેન્ટ અનુસાર સોનુ સૂદ મુંબઇના જુહુ વિસ્તારમાં આવેલી પોતાની બે દુકાનો અને 6 ફ્લેટને ગીરવે મુકી રહ્યો છે. આ બન્ને દુકાનો ગ્રાઉન્ડ ફ્લૉર પર છે અને ફ્લેટ્સ શિવ સાગર કૉઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છે, આ હાઉસિંગ સોસાયટી ઇસ્કૉન મંદિરની પાસે એબી નાયર રૉડ પર આવેલી છે. (ફાઇલ તસવીર)
6/8
સોનુ સુદે ગરીબોની મદદ કરવા માટે પોતાની આઠ પ્રૉપર્ટીને ગીરવે મુકી છે, અને તેમાથી 10 કરોડ રૂપિયા એકઠા કર્યા છે, અને હવે તે ખુલ્લા દિલથી લોકોની મદદ કરી રહ્યો છે. રિપોર્ટ છે કે સોનુ સુદ 10 કરોડ ભેગા કરવા માટે પોતાની જુહુ સ્થિત આઠ પ્રૉપર્ટીને ગીરવે મુકી છે. (ફાઇલ તસવીર)
7/8
આ રિપોર્ટ અનુસાર બતાવવામાં આવી રહ્યુ છે કે સોનુ સૂદને તેમની 8 પ્રૉપર્ટી સામે 10 કરોડ રૂપિયાની લૉન બેન્કે આપી છે, (ફાઇલ તસવીર)
8/8
સોશ્યલ મીડિયા પર એક પ્રશ્ન સતત સામે આવ્યા કરતો હતો કે, લૉકડાઉનમાં પ્રવાસી મજૂરીની મદદ કરવા, તેમને ઘરે પહોંચડવા, ખાવાનુ પુરુ પાડવા સહિતની સેવાઓ કરવા માટે સોનુ સૂદ પૈસા લાવે છે ક્યાંથી. હવે તેને લઇને એક રિપોર્ટ સામે આવ્યો છે. (ફાઇલ તસવીર)