ઓસ્ટ્રેલિયાનો પિન્ક બૉલ રેકોર્ડ જબરદસ્ત રહ્યો છે, ઓસ્ટ્રેલિયાએ ડે નાઇટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા જેવી ટીમનો જબરદસ્ત રીતે પછાડી પણ છે. પરંત ભારત સામે બોર્ડરે થોડી ચિંતા વ્યક્ત કરી છે. બોર્ડરના મતે ભારતને જીત મળી શકે છે. (ફાઇલ તસવીર)
2/6
(ફાઇલ તસવીર)
3/6
બોર્ડરે કહ્યું અમારી ઓસ્ટ્રેલિયાની પીચો થોડી ઉછાળ અને મૂવમેન્ટ વાળી છે, અને બુમરાહ જો ગઇ વખતની જેમ બૉલિંગ કરે છે, તો મહત્વની વિકેટો ઝડપી શકશે. મારુ માનવુ છે કે બુમરાહ બૉલિંગ કરીને મોટુ અંતર પેદા કરી શકે છે. (ફાઇલ તસવીર)
4/6
બોર્ડરે સોની નેટવર્ક સાથેની વાતચીતમાં કહ્યું કે, હું બુમરાહનો પ્રસંશક છુ, જો તે પોતાને ફિટ રાખે છે તો પરિણામ બદલી શકે છે. હું બુમરાહને લઇને થોડો ચિંતિત છું, ભારતની જીત માટે તે મહત્વનો ખેલાડી છે. (ફાઇલ તસવીર)
5/6
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ- ડે નાઇટ ટેસ્ટ મેચ 17 નવેમ્બરથી શરૂ થઇ ગઇ છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં બન્ને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર છે, ત્યારે આ બધાની વચ્ચે પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ એલન બોર્ડરે એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. (ફાઇલ તસવીર)
6/6
એલન બોર્ડરનુ માનવુ છે કે ઓસ્ટ્રેલિયા સામે વિરાટ, પુજારા કે રહાણે ભારે નહીં પડે, પરંતુ ભારતને જો જીતવુ હશે તો બુમરાહ મુખ્ય ખેલાડી બનશે. ગુજરાતી બૉલર બુમરાહને બોર્ડરે ભારત માટે જીતનો હીરો બની શકવાની આગાહી કરી છે. બોર્ડરે કહ્યું પુરેપુરો ફિટ જસપ્રીત બુમરાહ આ મેચ અને સીરીઝનુ પરિણામ નક્કી કરી શકે છે. જો ભારત જીતવામાં સફળ રહે છે તો તેમાં મોટુ યોગદાન જસપ્રીત બુમરાહનુ હશે. (ફાઇલ તસવીર)