શોધખોળ કરો
Astro: ભારતનું એક એવું શહેર જ્યાં મૃત્યુને પણ ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે
Kashi Mrityu Mystery: મૃત્યુ પર શોક હોય છે, પરંતુ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં મૃત્યુ પર શોક નથી ઉત્સવ મનાવવામાં આવે છે. મૃત્યુ પર રડવાને બદલે કયા શહેરમાં લોકો ઉજવણી કરે છે તે જાણો.

કાશી
1/6

મહાદેવનું શહેર કાશી, વિશ્વના સૌથી જૂના શહેરો અને તીર્થસ્થળોમાંનું એક છે. મહાદેવની નગરી કાશીમાં મૃત્યુને પણ વરદાન માનવામાં આવે છે.
2/6

વારાણસીને સર્વકાળના સ્વામી મહાદેવ શિવની ભૂમિ માનવામાં આવે છે. અહીં, મૃત્યુ પછી મૃતદેહ પર રડવાને બદલે ઢોલ વગાડવાની પરંપરા છે.
3/6

કાશી એકમાત્ર એવું શહેર છે જ્યાં મૃત્યુને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે કાશીમાં જેનું મૃત્યુ થાય છે, તેને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે. એટલા માટે અહીં મૃત્યુનો શોક નહીં પણ ઉજવણી કરવામાં આવે છે.
4/6

मरणं मंगलं यत्र विभूतिश्च विभूषणम्, कौपीनं यत्र कौशेयं सा काशी केन मीयते। - આ શ્લોકમાં કાશીના મણિકર્ણિકા ઘાટનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. લખ્યું છે કે કાશીમાં મૃત્યું થવું શુભ માનવામાં છે. જ્યાની વિભુતિ આભૂષણ હોય, જ્યાંની રાખ રેશમી કાપડ જેવી હોય તે કાશી દિવ્ય અને અતુલનિય છે.
5/6

કાશીનો સૌથી પ્રખ્યાત અને રહસ્યમય ઘાટ મણિકર્ણિકા છે. જેને મહાશ્મશાન કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવે આ ઘાટ પર દેવી સતીના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કર્યા હતા.
6/6

કાશીમાં મુમુક્ષુ ભવન છે જ્યાં લગભગ ૮૦ થી ૧૦૦ લોકો રહે છે અને મૃત્યુની રાહ જુએ છે.
Published at : 09 Jan 2025 03:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
