શોધખોળ કરો
Janmashtami 2023 Krishna Leela: શ્રીકૃષ્ણની 5 બાળ લીલા, જે બાદ લોકોએ તેમને માન્યા ભગવાન
Krishna Bal Leela: જન્માષ્ટમીનો તહેવાર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. નટખટ બાળ ગોપાલે જન્મ લેતાની સાથે જ પોતાની લીલા બતાવવાનું શરૂ કર્યું, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જાણો કૃષ્ણની 5 અનોખી લીલાઓ

જન્માષ્ટમી
1/5

ટચલી આંગળી પર ઉંચક્યો ગોવર્ધન પર્વત - એકવાર ઈન્દ્રદેવે ઘમંડમાં ગોકુલમાં એટલો વરસાદ કર્યો કે ગામડાઓ ડૂબવા લાગ્યા. ગોવાળિયાઓ, બાળકો અને મનુષ્યોના જીવન બચાવવા માટે શ્રી કૃષ્ણએ ખૂબ જ નાની ઉંમરે ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ઉપાડ્યો હતો. બધાએ પોતાનો જીવ બચાવવા ગોવર્ધન પર્વતનો આશરો લીધો. કૃષ્ણ 7 દિવસ આ રીતે ભૂખ્યા રહ્યા. આ રીતે ભગવાન કૃષ્ણએ ઈન્દ્રના ઘમંડને તોડી નાખ્યું. કૃષ્ણની આ લીલા જોઈને સૌને આશ્ચર્ય થયું.
2/5

કૃષ્ણના મુખમાં માતા યશોદાને દેખાયું બ્રહ્માંડ - એક વખત બાળ ગોપાલ રમતા રમતા માટી ખાઈ ગયા હતા ત્યારે મોટા ભાઈ બલરામે માતા યશોદાને કાન્હાના આ કૃત્યનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે માતાએ કાન્હાનું મોં ખોલ્યું તો તેણે આખું બ્રહ્માંડ જોયું, માતા યશોદા કૃષ્ણની આ લીલા જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ.
3/5

પુતનાને આપી સજા - દંતકથા અનુસાર કંસે પુતનાને કૃષ્ણને મારવા મોકલી હતી. પૂતના ગોવાલણના વેશમાં આવી હતી પણ બાળ ગોપાલે તેને ઓળખી લીધી હતી. જ્યારે પૂતનાએ કાન્હાને તેના સ્તન પર ઝેર લગાવીને દૂધ પીવડાવ્યું ત્યારે કૃષ્ણએ તેના સ્તનમાંથી તેનો જીવ છીનવી લીધો અને પૂતનાનો વધ કર્યો.
4/5

કાલિયા નાગને નાથ્યો - કહેવાય છે કે કાલિયા નાગે યમુના નદી પર કબજો કરી લીધો હતો. તેના ઝેરથી યમુના કાળી થઈ ગઈ હતી. એકવાર રમતી વખતે કાન્હાનો દડો નદીમાં ગયો, કૃષ્ણે તેને પાછો લાવવા નદીમાં કૂદકો માર્યો. કાન્હા અને કાલિયા નાગ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કૃષ્ણની લીલા જોઈને કાલિયો નાગ નતમસ્તક થયો. જે પછી તેણે તેની ફેણ પર ડાન્સ કરવાનું શરૂ કર્યું.
5/5

જન્મ સમયે થયો ચમત્કાર - શ્રી કૃષ્ણનો જન્મ કંસના કારાગારમાં થયો હતો અને તેમનો જન્મ થતાં જ જેલના દરવાજા ખુલી ગયા હતા અને રક્ષકો ગાઢ નિંદ્રામાં સરી પડ્યા હતા. આકાશવાણી થઈ કે બાળ ગોપાલને નંદના ઘરે મોકલો અને નંદરાયની નવજાત પુત્રીને લઈ આવો. આ કૃષ્ણની પ્રથમ અદ્ભુત લીલા હતી.
Published at : 06 Sep 2023 03:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
