શોધખોળ કરો
Shrawan 2022 : શ્રાવણ મહિનામાં કરો આ 7 વસ્તુનું દાન, સમગ્ર મહિનાની પૂજા બરાબર મળશે ફળ
Shrawan 2022 Daan: શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. મહાદેવ ભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. શ્રાવણ મહિનામાં કેટલીક ચીજોના દાનથી સમગ્ર મહિનાની પૂજાનું ફળ મળતું હોવાની માન્યતા છે.
શ્રાવણ મહિનામાં દાન પુણ્યનું ખૂબ મહત્વ છે.
1/7

ચાંદીઃ શાસ્ત્રો અનુસાર શ્રાવણમાં ચાંદીનું દાન કરવાથી કાલસર્પ દોષથી રાહત મળે છે. ચાંદીની વસ્તુના દાનથી સફળતાનો માર્ગ ખુલે છે.
2/7

રૂદ્રાશઃ સનાતન ધર્મમાં રૂદ્રાશને મહાદેવનો મહાપ્રસાદ માનવામાં આવે ચે. શ્રાવણ મહિનામાં રૂદ્રાશના દાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાપથી છુટકારો મળે છે.
3/7

કાળા તલઃ શનિ અને રાહુ-કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે શ્રાવણમાં કાળા તલનું દાન શુભ મનાય છે. આમ કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. કાળા તલ શિવલિંગ પર અર્પિત કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
4/7

કપડાઃ શ્રાવણમાં ગરીબ કે જરૂરિયાતમંદને કપડાનં દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. વસ્ત્ર દાન કરવાથી માન સન્માનમાં વધારો થાય છે. આવા લોકો પર મહાદેવની કૃપા થાય છે.
5/7

ચોખાઃ શિવ ઉપાસનામાં ચોખાનું ઘણું મહત્વ છે. શ્રાવણમાં દાન કરવાથી અન્ન ભંડારો ક્યારેય ખાલી નથી થતા. મા અન્નપૂર્ણાની કૃપા કાયમ રહે. શ્રાવણના સોમવારે ભગવાન શિવને ચોખાની ખીર અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
6/7

ઘીઃ- ઘી શિવની પ્રિય વસ્તુઓમાંથી એક છે. શ્રાવણમાં ઘીનું દાન કરવાથી ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મળે છે. ઘીનો શિવનો અભિષેક કરવાથી તબિયત જલ્દી સુધરવા લાગે છે.
7/7

મીઠું - શાસ્ત્રોમાં મીઠાને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. શ્રાવણમાં જરૂરિયાતમંદોને મીઠું દાન કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
Published at : 03 Aug 2022 03:26 PM (IST)
આગળ જુઓ





















