લેન્ગરે પ્રી-મેચ વર્ચ્યૂઅલ પ્રેસમાં કહ્યું- બે સ્ટાર ખેલાડી જો બહાર છે તો ટીમને તેની કમી રહેશે. વિરાટ કોહલી મહાન ખેલાડીઓમાંનો એક છે, અને શમી ખુબ પ્રતિભાશાળી છે. તે બન્નેના નહીં હોવાથી ચોક્કસરીતે ટીમ ઇન્ડિયા દબાણમાં રહેશે, અને અમને તેને ફાયદો થશે. (ફાઇલ તસવીર)
2/7
લેન્ગરે કહ્યું કે મને ખબર છે કે કોહલી અને શમીન વિના ભારતીય ટીમ દબાણમાં રહેશે, તેમને આ બન્નેની કમી રહેશે, પરંતુ તેમનો ફોકસ પોતાની ટીમની રણનીતિ પર રહેશે. (ફાઇલ તસવીર)
3/7
જ્યારે કાંગારુ કૉચ લેન્ગરને પુછવામાં આવ્યુ કે તેઓ જો ભારતીય કૉચ રવિ શાસ્ત્રીની જગ્યાએ હોય તો શું કરતાં, લેન્ગરે કહ્યું- મને આનાથી કોઇ ફરક નથી પડતો, હું ઘણો તણાવ ઝીલી ચૂક્યો છું, મારી વિરોધી ટીમ પ્રત્યે સહાનુભૂતિ છે, અને મને ખબર છે કે તેમને કેવુ લાગી રહ્યુ હશે. ભારતીય ટીમ જો દબાણમાં છે તો હુ ખુશ છુ, કેમકે ક્રિસમસના આ સપ્તાંહાંતમાં અમે દબાણમાં નથી. (ફાઇલ તસવીર)
4/7
સોની નટવર્કની એક વર્ચ્યૂઅલ કૉન્ફરન્સ દરમિયાન લેન્ગરે સ્વીકાર કર્યુ કે કોહલી અને મોહમ્મદ શમીની ગેરહાજરીમાં તેની ટીમને ફાયદો થશે. (ફાઇલ તસવીર)
5/7
મેલબોર્નઃ એડિલેડ ટેસ્ટમાં કાંગારુ સામે આઠ વિકેટથી હાર્યા બાદ ભારતીય ટીમે હવે આગામી બૉક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે વિરાટ વિના ઉતરવાની છે. ત્યારે કોહલીની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા ટીમે ભારતીયી ટીમને ફાયદો ઉઠાવવા ખાસ રણનીતિ બનાવી છે. કાંગારુ ટીમની રણનીતિ અંગે ખુદ ઓસ્ટ્રેલિયન કૉચ જસ્ટીન લેન્ગરે મોટો ખુલાસો કર્યો છે. તેમને કહ્યું ભારતીય ટીમ અત્યારે સ્ટ્રેસ અને દબાણમાં છે, અને અમે તેને ફાયદો ઉઠાવીશુ. (ફાઇલ તસવીર)
6/7
(ફાઇલ તસવીર)
7/7
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 26 ડિસેમ્બરથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે, પ્રથમ મેચમાં ભારતીય ટીમની કારમી હાર થઇ છે, જેના કારણે ટીમ ઇન્ડિયા દબાણમાં છે. આ મુદ્દે ઓસ્ટ્રેલિયન કૉચ જસ્ટીન લેન્ગરે કહ્યું કે, ભારતીય ટીમને દબાણમા અને તણાવમાં જોવુ દુઃખદ છે, મને તેમના પ્રત્યે સહાનૂભૂતિ છે. (ફાઇલ તસવીર)