શોધખોળ કરો
Auto Expo 2023: MGએ ઓટો એક્સ્પોમાં ઉતારી MIFA 9 ઈલેક્ટ્રિક એમપીવી, ખાસિયતો છે અદભુત
MG મોટરે ઓટો એક્સપો 2023માં ઘણી નવી કાર સાથે તેની હાજરી નોંધાવી દીધી છે. જેમાં મોટી સાઇઝની ઇલેક્ટ્રિક MPV Mifa 9 પણ સામેલ છે. Mifa 9 ખૂબ જ વિશાળ અને વૈભવી MPV છે.
MG MIFA 9 Electric MPV
1/5

મોટી દેખાતી MPV કાર અંદરથી ઘણી જગ્યા આપે છે. સાથે જ તેના એક્સટીરિયરમાં ક્રોમનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે મોટા અને સ્લિમ હેડલેમ્પ્સ અને ટેલ લેમ્પ્સ સાથે એક વિશિષ્ટ MPV-જેવી સિલુએટ ધરાવે છે.
2/5

Mifa 9ની લંબાઈ 5,270mm છે અને તે Toyotaના Vellfire MPV કરતાં ઘણી લાંબી છે. તેમજ તેના ઈન્ટીરીયર બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ તેમાં આપવામાં આવેલી ટચસ્ક્રીન આખા ડેશબોર્ડ પર ફેલાયેલી છે. આટલી મોટી કાર હોવાને કારણે તેમાં બે કેપ્ટન સીટ આપવામાં આવી છે.
Published at : 18 Jan 2023 05:41 PM (IST)
આગળ જુઓ





















